Home પાટણ સાંતલપુર ના બાબરા ગામની સગીરા પર દુષ્કર્મ, પોલિસે ત્રણ શખ્સોને પકડ્યા…

સાંતલપુર ના બાબરા ગામની સગીરા પર દુષ્કર્મ, પોલિસે ત્રણ શખ્સોને પકડ્યા…

176
0
પાટણ: 28 માર્ચ

 

સાંતલપુર તાલુકાના બાબરા ગામે રહેતી એક સગીરાનું નજીકના બકુત્રા ગામે રહેતા યુવાને પોતાની ગાડીમાં અપહરણ કરી લીધા બાદ મારીને કેનાલમાં ફેંકી દેવાની ધમકી આપી દુષ્કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ ચકચારી ઘટનાની પોલીસ મથકે થી મળતી વિગતોનુસાર સાંતલપુરના બાબરા ગામે રહેતા એક પરિવારની સગીરા ગતરોજ પોતાનાધરે હાજર હતી ત્યારે બકુત્રા ગામના આહીર મિત ઉર્ફે મેરામ જીવણભાઈ નામનો યુવાન સગીરાના ઘરે આવી પહોંચ્યો હતો અને ઘરે હાજર યુવતી તેમજ તેના ભાઈ બહેનને પાટણકા ગામે મરણ ગયેલ ભરતભાઇ ભારુંભાઈ આહીરના ઘરે વાતચીત કરવા જવાના બહાને ગાડીમાં બેસાડી પાટણકા લઈ ગયેલ પરંતુ ત્યાં કોઈની સાથે વાતચીત કરાવ્યા વગર પાટણકાથી નર્મદા કેનાલ ઉપર ગાડી લઈ આવીને બાબરા કેનાલ ઉપર સમય માતાજીના મંદિર નજીક ગાડી ઉભી રાખી તમામને ઉતરી જવા જણાવેલ જેથી પાછળની સીટમાં બેસેલ યુવતીની આજુ બાજુ વાળા જેવા ઉતર્યા કે તુરંત જ મિતે ગાડીના બધા દરવાજા લોક કરી ગાડી ત્યાંથી ભગાડી મૂકી એક કી.મી. દૂર ઉભી રાખ્યા બાદ તે પાછળ બેઠેલ યુવતી પાસે ગયેલ અને જબરજસ્તી કરતા યુવતિએ તેનો વિરોધ કરતા જો તું કાંઈ બોલીશ તો તને મારીને કેનાલમાં ફેંકી દઈશ તેવી ધમકી આપી મિતે યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું.ત્યારબાદ આ યુવતિને ત્યાંથી બાબરા-કલ્યાણપુરા ગામ વચ્ચે કેનાલ ઉપર ઉતારીને ગાડી લઈ ભાગી ગયેલ અને યુવતી ચાલતી ઘર તરફ આવતી હતી ત્યારે એક બાઇક ઉપર આવેલા લક્ષમણભાઈ અને અન્ય એક જણા એ યુવતિને ઉભી રાખી મિત આહીરે તારી સાથે કરેલ કૃત્ય બાબતે ફરિયાદ કરવા જતી નહિ નહીતર તારા ભાઈ અને પિતાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.


આ બનાવ અંગે ભોગ બનનારે ફરિયાદ આપતા સાંતલપુર પોલીસે આહિર મીત સહિત ત્રણ જણા સામે ધોરણસરનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી ગણતરીના કલકોમા ત્રણ ઇસમોને ઝડપી લઈ તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here