Home ક્ચ્છ ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપી તથા યાણક્ય વિદ્યાપીઠ દ્વારા છાત્રોનો પદવીદાન સમારોહ તથા...

ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપી તથા યાણક્ય વિદ્યાપીઠ દ્વારા છાત્રોનો પદવીદાન સમારોહ તથા ફિઝીયોથેરાપી

144
0
કચ્છ : 28 માર્ચ

“માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે જ સાચી કેળવણી” યાજ્ઞવલ્ક્ય મહર્ષિના ઉચ્ચાર આજના યુગમાં પણ સાતત્યતા ધરાવે છે. શિક્ષણ એ મનુષ્યમાં સદગુણો સ્થાપવાનું માધ્યમ છે જેના દ્વારા મનુષ્ય જગતને માટે ઉપયોગી બની સત્કર્મ કરી શકે, ભવિષ્યમાં સમાજના સ્વાસ્થ્ય અને પ્રગતિની જવાબદારી જેમના શીરે છે તેવા વિદ્યાર્થીઓની કારકિર્દીની શરૂઆતના સમયે આ શીખ સાથે ધ તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપી તથા ચાણક્ય વિદ્યાપીઠના કુલ 145 વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ સાથે વર્ષ 2021-22 ના પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવતા ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓની વ્હાઈટ કોટ સેરેમની તારીખ 27માર્ચના રોજ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો ડો.જયરાજાર્મેહ જાડેજા (કુલપતિશ્રી, કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી પશ્ચિમ કચ્છ જિલ્લા એસ.પી. માનનીયશ્રી સૌરભ સિંઘ, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટારશ્રી ડૉ. ઘનશ્યામ બુટાણી, ડો. કાશ્મીરા મેહતા(ડીન – ફેકલ્ટી ઓફ આર્ટસ કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સીટી),ડો. તુષાર વેગડ – (ઓર્થોપેડિક તથા જોઈન્ટ રીપલેસ્મેન્ટ સર્જન),ટ્રસ્ટના ચેરમેનશ્રી વાડીલાલભાઈ સાવલા,વાઇસ ચેરમેનશ્રી સંદીપભાઈ દોશી,મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પંકજભાઈ મેહતા, પાયોનિયરશ્રી મહેન્દ્રભાઈ ચોથાણી, સી.ઇ.ઓ.મેહવિશ મેમણ,આચાર્ય ડૉ.રાજાકરણ ટીફ તથા નમ્રતાબેન ઠક્કર દ્વારા દીપ પ્રાગટ્ય તથા સરસ્વતી વંદન સાથે કરવામાં આવી.કાર્યક્રમની શરૂઆતમાં ચાણક્ય વિદ્યાપીઠ તથા ચાણક્ય કૉલેજ ઓફ ફિઝીઓથેરાપીના કુલ 145 વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં મહાનુભાવોના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

જેમાં ચાણક્ય વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને વાણિજ્ય ક્ષેત્રે પણ એક કુશળ વ્યાપારી તરીકે પોતાના કાર્યક્ષેત્રમાં કેવી રીતે કાર્ય કરવું તથા ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોચરાપીના વિદ્યાર્થીઓને એક કર્મઠ ડોક્ટર બની સમજની સેવા કરવી તેવી શીખ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફિઝીયોથેરાપીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જ તેમના વ્યવસાયની ઓળખ સમાન વ્હાઈટ કોટ આપી તેમની અમૂલ્ય કર્તવ્યનિષ્ઠાની જવાબદારીઓની પ્રતીતિ કરાવવામાં આવી હતી, કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.જાડેજા,શ્રી સૌરભ સિંઘ,ડો. તુષાર વેગડ,મેનેજીંગ ટ્રસ્ટીશ્રી પંકજ મહેતા તથા સી.ઈ.ઓ.મેહવીશ મેમણએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય તથા તેમના કાર્યો વડે તેઓ દેશની પ્રગતિને ઉચ્ચ સ્થાને લઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી વિદ્યાર્થી પક્ષે પણચાણક્ય વિદ્યાપીઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હીરવિતા કોઠારીએ વિદ્યાપીઠમાં ન માત્ર વાણિજ્યનું પરંપરાગત શિક્ષણ પરંતુ વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને ટેક્નીકલ નાવિન્ય શિક્ષણ આપવામાં આવે છે જેથી તેઓ તરત જ પોતાના વ્યવસાયમાં પસંદગી પામીને ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરતા હોય છે.આ ઉપરાંત ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની ડૉ.સલોની વોરાએ જણાવ્યું હતું કે હાલ યુક્રેન અને રશિયાના યુદ્ધે માતૃભૂમિના ગુણવત્તાયુક્ત શિક્ષણની મહત્તાને સમજાવી છે ત્યારે આજથી 5 વર્ષ પહેલા જ્યારે કચ્છમાં ફિઝિયોથેરાપી કોલેજ ન હતી ત્યારે સંસ્થાએ કચ્છની અંદર સર્વપ્રથમ ફિઝિયોથેરાપી કોલેજની સ્થાપના કરીને વિદ્યાર્થીઓના ભવિષ્યને મજબૂત બનાવ્યું. ન માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણ પરંતુ આ વ્યવસાયમાં જે ખૂબ મહત્વનું છે તેવા ઓ.પી.ડી.માં પ્રેક્ટિકલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તેમની કારકિર્દીના શરૂઆતના સમયમાં જ તેઓ સમાજને ઉત્તમ તથા સચોટ સેવા પૂરી પાડી શકે તેવું જ્ઞાન આપવામાં આવે છે તેનો ઉલ્લેખ કરી બને વિદ્યાર્થિનીઓએ સત્યાનો આભાર વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત સંસ્થાની ભગિની સંસ્થા ચાણક્ય એકેડેમી ના શૈક્ષણિક વર્ષ2021-22ના વિદ્યાર્થીઓને જુનિયર કેટેગરી ધોરણ 6 થી 8) ગુજરાતી

માધ્યમ અંતર્ગત શાહ કથન પુનિતભાઈ તથા અંગ્રેજી માધ્યમ અંતર્ગત વોરા વ્યોમ દુષ્યંતભાઈ,સબ જુનિયર કેટેગરી(ધોરણ 9 અને 10) અંતર્ગંત ગુજરાતી માધ્યમમાં પટેલ દેવ દિનેશભાઇ તથા અંગ્રેજી માધ્યમ અંતર્ગત ખલિફા ખાલિદ અબ્દુલકાદર તથા સિનીયર કેટેગરી(ધોરણ 11 અને 12) અંતર્ગત ગુજરાતી માધ્યમમાં ગોરસીયા આયુષી પ્રેમભાઈ તથા અંગ્રેજી માધ્યમ અંતર્ગત વર્મા ઈશિકા ચદ્રભૂષણને સ્ટુડન્ટ ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૈત્રી મહેતા અને ડોક્ટર પૂર્વીન શાહે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બદલ ચાણક્ય કોલેજની કોર કમિટીના વિદ્યાર્થીઓ કા ઝીલ,વાઘેલા પ્રિયાંશીબા સાવલા યશ,પટેલ જાન્વી, ડો.ઈરા મેહતા, પ્રો, અરવિંદ ગોયલ તથા સમગ્ર સ્ટાફગણને મેનેજમેન્ટ બોર્ડ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here