Home Trending Special પશ્ચિમ દિલ્હીમાં ભયંકર આગની ઘટના 26ના મોત 30 થી વધુ ઘાયલ મોત...

પશ્ચિમ દિલ્હીમાં ભયંકર આગની ઘટના 26ના મોત 30 થી વધુ ઘાયલ મોત નો આંકડો વધવાની શક્યતા

85
0

દિલ્હી : 13 મે


પશ્ચિમ દિલ્હીમાં મૂંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલ કોમર્શિયલ બિલ્ડિંગમાં આગની ઘટના બનવા પામી હતી ફાયર વિભાગને જાણ થતા જ ફાયર ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા છ કલાકથી વધુ ચાલેલા આ ઓપરેશનમાં ૨૭ જેટલા ફાયર ફાઈટરોની મદદ લેવાની જરૂર પડી હતી ભારે જહેમત બાદ ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મુંડકામાં સીસીટીવી અને ડીઆરવી બનાવવાની ફેક્ટરી આવેલી છે ત્યારે કારખાનાનું અને વેરહાઉસ હોવાના કારણે અંદાજિત 150 જેટલાં કર્મચારીયો કામ કરી રહ્યા હતા ત્યારે પહેલા માળે આગ લાગી હતી. આગની ઘટનાથી અફરાતફરી મચી જવા પામી હતી લોકો બિલ્ડીંગથી બહાર નીકળવા દોડી આવ્યા હતા. આગ એટલી પ્રચંડ હતી કે ધુમાડા દૂર દૂર સુધી દેખાતા હતા. ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યા બાદ ફેક્ટરીના વેરહાઉસમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

ફાયર વિભાગના અધિકારીઓનું માનવામાં આવે તો બિલ્ડિંગમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે જેમાં ૨૬ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા અને 30 જેટલાં લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બચાવ કાર્ય હજી પણ ચાલુ છે અને બચાવકર્મીઓ ત્રીજા માળ સુધી પહોંચી શક્યા નથી મૃત્યુ આંક હજુ વધવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here