Home Trending Special રાજ્ય સરકાર અને AMC ના અધિકારીઓ પર હાઇકોર્ટની તવાઇ , આવતીકાલે હાઇકોર્ટમાં...

રાજ્ય સરકાર અને AMC ના અધિકારીઓ પર હાઇકોર્ટની તવાઇ , આવતીકાલે હાઇકોર્ટમાં AMC કમિશનર અને અમદાવાદ પોલીસ કમિશ્નર રહેશે હાજર

395
0

અમદાવાદ શહેર સમગ્ર ભારતમાં મેગાસિટી તરીકે પ્રખ્યાત છે. જ્યાં આ શહેર સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તેમજ સપનાનું નગર એટલે અમદાવાદ પણ કહેવાય છે. ત્યારે આ અમદાવાદમાં હવે અમદાવાદીઓને અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ટ્રાફિક સમસ્યા , ખરાબ રસ્તા , રખડતા ઢોરની સમસ્યા હાલ ટોપ પર છે. જેનાથી દરેક વ્યક્તિને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે વાત કરીએ તો અગાઉ ગુજરાત હાઇકોર્ટ દ્વારા AMC અને રાજ્ય સરકારને રખડતા ઢોર , ટ્રાફિક સમસ્યા પર અંકુશ તેમજ ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માત્ર કાગળો ફાઇલ કર્યા સિવાય કંઇ એક્શન ન લેવાતાં હવે હાઇકોર્ટ એક્શનમાં આવી ગઇ છે. ત્યારે હવે હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટના અગાઉ કરેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ સરકાર અને AMC સામે કન્ટેમ્પ પિટીશન દાખલ કરી તવાઇ બોલાવાઇ છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે 27 ઓક્ટોબરના રોજ હાઇકોર્ટમાં કાર્યવાહી હાથ કરવામાં આવનાર છે. જેમાં AMC ના કમિશનર અને પોલીસ કમિશનરને હાજર રહેવાનું રહેશે.

વાત કરીએ તો હાઇકોર્ટ દ્વારા ગત સુનાવણીમાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટના આધારે જવાબદાર અધિકારીઓ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી રાખવામાં આવી હતી. ત્યારે જજ આશુતોષ શાસ્ત્રી અને હેમંત પ્રછકની બેન્ચ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે એક દિવસનો સમય આપી જણાવ્યું હતું કે, આવતીકાલે કોર્ટમાં અર્બન ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને શહેર પોલીસ કમિશનરને ઉપસ્થિત રહવાનું રહેશે. આ દરમિયાન  AMC ના ડેપ્યુટી કમિશનર અને તેમની ટીમ હુમલો કરાતાં ડેપ્યુટી કમિશનર ઘાયલ થયા છે. જેથી તે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. જેથી અરજદારે કર્મચારીઓના પોલીસ પ્રોટેક્શન અંગેનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here