Home ગીર સોમનાથ અભિનેત્રી રવિના ટંડને દિકરી રાશા સાથે સોમનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુંકાવ્યું …

અભિનેત્રી રવિના ટંડને દિકરી રાશા સાથે સોમનાથ મહાદેવના ચરણમાં શીશ ઝુંકાવ્યું …

126
0

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને ફિલ્મ અભિનેત્રી રવિના ટંડન પોતાના પુત્રી સાથે આવેલ હતા. તેઓએ સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથનો જલાભિષેક કરી તેઓએ હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવમાં આવ્યા હતા.

અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા. તેમજ PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ તીર્થ ક્ષેત્રમાં થયેલ વિકાસ અંગે PM નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here