Home ક્ચ્છ રાપર ખાતે રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા દરીયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ...

રાપર ખાતે રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા દરીયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

156
0
કચ્છ : 29 માર્ચ

આજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે દિવાળી બેન ખીમજી માનસંગ મિરાણી પરિવાર ના સહયોગ થી રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 45 મો નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે 350 જેટલા લોકો ની તપાસ કરવામાં આવી હતી જેમાં 130 જેટલા લોકો ના મોતીયા વેલ ના ઓપરેશન રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે ઓપરેશન હાથ ધરવામાં આવશે જેમાં ઓપરેશન થનાર તમામ દર્દીઓને આવવા જવા માટે લક્ઝરી બસ રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહી છે આજે યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ મા ડો. યોગેન્દ્ કુમાર વર્મા. દરીયાસ્થાન મંદિર ના સંત ડો. ત્રિકાલદાસજી મહારાજ મેનેજીંગ ટ્રસ્ટી રસિકલાલ આદુઆણી દિનેશ ચંદે વેલજીભાઈ લુહાર શૈલેષ ભીંડે. પ્રભુલાલ રાજદે ધનસુખભાઈ લુહાર ભરત રાજદે વસંતભાઈ આદુઆણી ગોવિંદ ભાઈ ઠકકર વિગેરે એ સેવા આપી હતી છેલ્લા 45 મહિના થી સતત દર મહિને 29 તારીખ ના યોજાયેલ આ કેમ્પમાં સમગ્ર વાગડ વિસ્તારમાંથી લોકો આંખ નિદાન સારવાર કેમ્પ યોજાઈ રહ્યો છે

અહેવાલ: મુકેશભાઈ રાજગોર.ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here