Home ક્ચ્છ અંજારના ચાંદરાણી સ્થિત સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે ડિસ્ટ્રિકટ લેવલ ડિજિટલ...

અંજારના ચાંદરાણી સ્થિત સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે ડિસ્ટ્રિકટ લેવલ ડિજિટલ મેળો તેમજ ઇંગ્લિશ ફેસ્ટ 2024 યોજાયો ….  

184
0

કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” ના ચાંદરાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે Amul, SAP, Pratham InFotech Foundation દ્વારા આયોજિત ડિસ્ટ્રિકટ લેવલ ડિજિટલ મેળો તેમજ ઇંગ્લિશ ફેસ્ટ – 2024 નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અનિરુદ્ધભાઈ દવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે Amul, SAP, Pratham InFotech Foundation દ્વારા ચલાવવામાં આવતું કાર્ય ખુબ સરાહનીય છે. આ સાથે માનનીય PM નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે અમૂલ એસ.એ.પીના સહયોગથી કમ્પ્યુટર ક્લાસ તેમજ ઇંગ્લિશ ક્લાસ દ્વારા બાળકો શિક્ષણ મેળવી રહી છે. તેથી બાળકોને ઇંગ્લિશ તેમજ નવીનતમ ટેક્નોલોજી વિષે જાણકારી મળી રહે છે. અમૂલ,sap, પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા 5498 લાભાથીઓને તાલીમ આપવામાાં આવેલ છે. જેમાં અત્યાર સુધીમાં મોમાઈમોરા, રામપર, વેકરા, રાજપર, લુણવા, ભેરૈયા, રતનાપર, મઉ,  શેરડી,કોડાઈ,નાગલપુર,પુનડી,કોજાચોરા,ધુનાઈ,નાના આશબિયા,રાયણ,વાાંઢ,દેવપર,દૂજાાપર, બવરાણી,માં તાલીમ થઈ ગઈ છે. હાલ ગઢશીશા, દુર્ગાપૂર, ભારાપર, ગૂંદિયાળી, મસ્કા,તલવાણા,બિદડામાં તાલીમ ચાલુ છે.

જેમાં 1160 મહિલાઓ અને યુવાનોને વિવિધ સરકારી યોજનાઓ વિષે માહિતી આપી લાભ વિતરણ કર્યા હતા. જેમાં 567 મહિલાઓને આરોગ્ય નિષ્ણાંત દ્વારા માહિતી અપાવેલ છે. 500 થી વધુ મહિલાઓને બૅન્કિંગ પ્રક્રિયા શિખડાવેલ અને બેન્કની મુલાકાત કરાવેલ છે. Career guidance session દરમિયાન 641 લાભાથીઓ હાજરી આપેલ હતી.યુવાનોને રોજગારી માટે naukri.com,apnajobs,linkedin,indeed વગેરે જેવા વિવિધ જોબ પોર્ટલ પર 527 લાભાથીઓની નોાંધણી કરાવેલ છે.

આ પ્રસંગે કચ્છ શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, માંડવી બી.આર.સી. મેહુલભાઈ શાહ,રામપર ગ્રૂપ શાળાના પ્રિન્સિપાલ ડો.મમતા ભટ્ટ,ગામના સરપંચઓ,શિક્ષણ અધિકારીઓ,સરહદ ડેરીના ડાયરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મયુરભાઈ મોતા હાજર રહ્યા હતા.કાર્યક્રમનુ સંચાલન ગઢશીશા કેમલ મિલ્કના પ્રમુખ આશાભાઇ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here