Home સાબરકાંઠા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા અઠવાડિયાની ઉજવણી કરાઇ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા અઠવાડિયાની ઉજવણી કરાઇ

150
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામ અને પોશીનાના પોશીના ગામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા અઠવાડિયા ૨૦૨૩ (13.02.23 થી 17.02.23) ની ઉજવણી અંતર્ગત નાણાકિય વ્યવહારો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ વર્ષે રિઝર્વ બેન્કનું સૂત્ર છે:સમજદારી પૂર્વક ની નાણાકીય કામગીરી કરે છે તમારો બચાવ અને સમજદારી પૂર્વક કરેલા ડિજિટલ વહેવારો તમને છેતરપિંડી થી બચાવે છે.

આ પ્રસંગે દીપેશ શર્મા (RBI) એ બચત,આયોજન અને બજેટનું મહત્વ સમજાવ્યું અને દરેક ને ઘરના ખર્ચનો હિસાબ કરી બજેટ બનાવવાની સમજ આપી.શ્રી રાજેન્દ્ર સંડેરા (જિલ્લા અગ્રણી બેંક) એ દરેક ને બેંક સાથે જોડાઈ ને સમજદારી પૂર્વક ડિજિટલ વ્યવહારો કરવાની સમજ આપી.

નાણાકીય સાક્ષરતા કાઉન્સિલર રાજેશ સુથાર દ્વારા ડિજિટલ છેતરપિંડીમાંથી કેવી રીતે બચી શકાય તે માટે OTP બીજી કોઈ પણ વ્યક્તિને ના આપવા અને એટીએમ અને આધાર ની કોઈ ને માહિતી તથા પિન ની માહિતી આપવી નહી તેની સમજ આપવામાં આવી હતી. બેંક ઓફ બરોડા શાખા દ્વારા કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી નાણાકીય વહેવારો અંગે જાણકારી મેળવી હતી.

અહેવાલ.. રોહિત ડાયાણી, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here