પાટણ: 16 એપ્રિલ
સિદ્ધપુરમાં રહેતા વાસુદેવ ભાઈ નું ૯૧ વર્ષની ઉમરે આજે તેમના નિવાસસ્થાને અવસાન થતા તેમની ઈચ્છા મુજબ પરિવારજનો દ્વારા તેમના મૃતદેહનું ધારપુર મેડિકલ કોલેજમાં દાન કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે
ભારતીય સંસ્કૃતિમાં દાન અને પૂણ્ય નું વિશેષ મહત્વ રહેલું છે. દાનના અનેક પ્રકારો છે જેમાં રક્તદાન, અન્નદાન શિક્ષણદાન, શ્રમદાન, સહિતના કાર્યો મનુષ્ય પોતાના જીવન દરમિયાન કરતો રહે છે પરંતુ મૃત્યુ બાદ પણ પોતાના સ્વાદે અન્યના ઉપયોગમાં આવે તે માટે કેટલાક લોકો મૃત્યુ બાદ પોતાના દેહનું પણ દાન કરતા હોય છે ત્યારે સિધ્ધપુરમા મહેતાઓળ પાસે રહેતા વાસુદેવભાઈ અંબાલાલ મોઢે પોતાના જીવતેજીવ સંકલ્પ કર્યો હતો કે મૃત્યુ બાદ પોતાના દેહનું દાન કરવા નો સંકલ્પ કર્યો હતો અને આ બાબતે તેઓએ સિધ્ધપુર રેડ ક્રોસ સોસાયટી માં ફોર્મ પણ ભરી હતું જ્યારે આજે બપોરે સિદ્ધપુર ખાતેના નિવાસસ્થાને તેમનું અવસાન થતાં પરિવારજનો દ્વારા તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના મૃતદેહને ધારપુર મેડિકલ કોલેજ દાન કરવામાં આવ્યો હતો. ત્યારે ધારપુર મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના અધિકારી કર્મચારીઓએ તેમની આ ઉમદા સેવાની બિરદાવી તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું