Home પાટણ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક હુકમ એનાયત કરાયા

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક હુકમ એનાયત કરાયા

148
0

પાટણ: 26 મે


શહેરના ગાંધી સ્મૃતિ હોલ ખાતે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક હુકમ એનાયત કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું . રાજ્ય સરકાર કુપોષિત બાળકો માટે હંમેશા કાર્યરત રહે છે, અને આ કુપોષિત બાળકોનું ધ્યાન રાખવાનું કામ કરે છે, આંગણવાડીની બહેનો.ત્યારે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઇ.સી.ડી.એસ. સેલ, જિલ્લા પંચાયત પાટણના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની આંગણવાડી કેન્દ્રો પરની આંગણવાડી કાર્યકર અને તેડાગરની ખાલી જગ્યાઓ ઉપર નિમણુંક આપવા ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલ ઉમેદવાર બહેનોને નિમણુંક પત્રો આપવા માટે ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ

કાર્યક્રમની શરુઆત પ્રાથનાથી કરવામાં આવી હતી, ત્યારબાદ દિપપ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.મંચસ્થ મહેમાનોનું સ્વાગત પોષણકીટ આપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજર મહાનુભાવોએ પોતાના શબ્દોથી આંગણવાડીની બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. કુલ 179 બહેનો કે જેઓ આ ઓનલાઈન ભરતી પ્રક્રિયામાં પસંદગી પામ્યા છે. તે તમામને માનદ વેતન નિમણુંક હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.

સમારંભના અધ્યક્ષ પાટણ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાનુંમતી બહેન મકવાણા, મહિલા અને બાળ કલ્યાણ સમિતિનાં ચેરમેન સેજલ બહેન દેસાઈ,પ્રદેશ સંગઠનનાં પુર્વ મહામંત્રી કે. સી.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ સોલંકી , ICDS નાં CDPO ઉર્મિલા બહેન પટેલ તેમજ આંગણવાડીની કાર્યકર બહેનો શ્રી હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here