Home પાટણ પાટણ નગરપાલિકા દ્વારા ઢબે પૂરેલી ગાયો ઘાસચારાના અભાવે દયાજનક સ્થિતિમાં….

પાટણ નગરપાલિકા દ્વારા ઢબે પૂરેલી ગાયો ઘાસચારાના અભાવે દયાજનક સ્થિતિમાં….

132
0

પાટણ: 22 જાન્યુઆરી


ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં ત્રાસરુપ બનેલી રખડતી ગાયો અને આખલાઓને પકડીને માખણીયા ખાતેના ઢોરડબ્બામાં પુરવામાં આવે છે . પરંતુ નગરપાલિકાના સત્તાધીશોની લાપરવાહી અને બેદરકારીને કારણે છેલ્લા પાંચ દિવસથી ઘાસચારો નાખવામાં નહી આવતા ઢોરડબ્બે પુરવામાં આવેલી ગાયોની હાલત દયનીય બની હોવાનો આક્ષેપ જયેશભાઇ પટેલે કરી વિવિધ સોશીયલ ગ્રુપોમાં ગાયોના ફોટા ફરતા કરતા જીવદયા પ્રેમીઓમાં નગરપાલિકાના સત્તાધીશોની કાર્યપધ્ધતિ ભારે ટીકાપાત્ર બની છે .

જયેશભાઇ પટેલના જણાવ્યા મુજબ શહેરમાંથી રખડતી ગાયો પકડીને માખણીયાના ઢોરડબ્બામાં પુરવામાં આવે છે પરંતુ તંત્રવાહકો દ્વારા નિયમિત રીતે ઘાસચારો નાખવાની કોઇજ તસ્દી લેવામાં આવતી નથી . જેના કારણે આ અબોલા પશુઓ ભુખે મરે છે . છેલ્લા પાંચ દિવસથી ઘાસચારો નાખવામાં નહીં આવતા એક વાછરડાનું મોત પણ થયુ હતું . જયારે હાલમાં કેટલીયે ગાયો દયાજનક સ્થિતિમાં છે . ત્યારે જીવદયા પ્રેમીઓને આગળ આવવા આહ્વાન કર્યું હતું .


અહેવાલ: પ્રતિનિધિ, પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here