ડાકોર કપડવંજ રોડ ઉપર ડાકોર પોલીસ દ્વારા વિદેશી દારૂનો ટ્રક પકડવામાં આવ્યો હતો. દારૂની 37,000 બોટલ સાથે રૂપિયા 49,91,000 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ડાકોર કપડવંજ રોડ ઉપર ડાકોર પોલીસને પાકી બાથમી મળી હોવાથી ડાકોર પોલીસ દ્વારા એક દારૂ ભરેલા શંકાસ્પદ ટ્રક ને ઉભો રાખતા તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઝડપાયો હતો.. ટ્રકમાંથી રોયલ બ્લ્યુ વ્હિસ્કી ની 37,000 બોટલ સાથે 36 લાખ રૂપિયાનો દારૂ ઝડપવામાં આવ્યો હતો. ડાકોર પોલીસ સ્ટેશનને બાકી મળતાની સાથે ગાડી નંબર DL01 LAJ0694 ગાડીને રોકવામાં આવી હતી જેમાં વાહન ચાલકને પૂછવા માં આવતા તેને સરખો જવાબ ના આપતા ચેક કરી હતી અને ચેક કરવાની સાથે તેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો હતો. જેમાં અંદાજિત 750 બોક્સ ભરેલા મળ્યા હતા. તો આમ ડાકોર પોલીસ દ્વારા ભારતીય બનાવટ ને ઇંગલિશ દારૂ અને ગાડી સાથે રૂપિયા 49,91, 000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.