પાટણ: 21 એપ્રિલ
પાટણમાં ચકચારી ભાઈ ભત્રીજી હત્યા કેસમાં આરોપીને છેલ્લા શ્વાસ સુધી ની આજીવન કેદની સજા કરાઈ હતી જેમાં સરકારી વકીલ દ્વારા કરાયેલી રજૂઆતને પગલે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રૂપિયા ૨૫ લાખ વળતર મૃતકની પત્ની ભૂમિબેન ને ચૂકવવા માટે આદેશ કરાયો છે.
સિદ્ધપુરના કલ્યાણા ગામના વતની અને અમદાવાદ તેમજ પાટણ રહેતા જીગર નરેન્દ્રભાઈ પટેલ અને તેમની માસૂમ દીકરી માહીને પોટેશિયમ સાઇનાઇડ આપીને ડેન્ટિસ્ટ કિન્નરી પટેલ દ્વારા પ્રત્યેક કરાઈ હતી જેનો કેસ તાજેતરમાં પાટણ કોર્ટમાં ચાલી જતા પાટણ એડિશનલ સેશન કોર્ટ દ્વારા આરોપીને છેલ્લા શ્વાસ સુધી ની આજીવન કેદની સજા કરવામાં આવી છે આ કેસમાં સરકારી વકીલ મિતેષ પંડ્યાએ જીગર ની પત્ની ને પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિકટીમ કોમ્પનસેશન સ્કીમ અંતર્ગત યોગ્ય રકમનું વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
સરકારી વકીલની રજૂઆતને પગલે સત્તામંડળે અત્યંત ટૂંકા ગાળામાં આ વિકટીમ કોમ્પનશેશન ચૂકવવા માટે પાટણ જિલ્લા કલેકટર, પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી તથા પાંચ સભ્યોની કમિટીએ ચર્ચા કરી હતી અનેબતે અંગે મિટિંગ કરીને ભૂમિબેન ને કમિટીમાં રૂબરૂમાં બોલાવીને તેમની પૂછપરછ કરી હતી અને સમગ્ર ઘટનાનો અભ્યાસ કરીને ભૂમિબેન ને રૂપિયા ૨૫ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ રકમ ભૂમિ પટેલ ના સેવિંગ એકાઉન્ટમાં સીધી જમા કરાવવામાં આવશે.