Home રાજકારણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મોટો ઘટસ્ફોટ …. , કોંગ્રેસે 35 ટિકિટ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મોટો ઘટસ્ફોટ …. , કોંગ્રેસે 35 ટિકિટ વેચી હોવાનો અહેવાલમાં ખુલાસો ….

148
0

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર મામલે મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. કોંગ્રેસે 35 ટિકિટ વેચી હોવાનો અહેવાલમાં પર્દાફાશ થયો છે. આ એ જ અહેવાલ છે જે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે તૈયાર કર્યો હતો, જેમાં હારના કારણોનું વિશેષ મંથન કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે, પૈસા લઈને ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી. ફેબ્રુઆરીમાં કોંગ્રેસ જે રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાં AICC એ ચૂંટણી માટે જે ફંડ આપવામાં આવ્યું હતું તેની અનિયમિત વહેંચણી થઈ હતી. કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યુ તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા મળ્યા. એવામાં આજે જે વાત સામે આવી છે તે ચોંકાવનારી છે અને કદાચ આ જ કોંગ્રેસની હારનું મોટું કારણ હોઈ શકે છે.

વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસના કારમા પરાજયનો અહેવાલ તૈયાર કરાયો છે. AICC રચિત ફેક્ટ ફાઇન્ડિંગ સમિતિએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે. જે અત્યંત ચોંકાવનારો છે. 28 ફેબ્રુઆરી બાદ એહેવાલ એઆઇસીસીને રિપોર્ટ સુપરત કરાશે. આ અહેવાલમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. રિપોર્ટમા જણાવાયું કે, એઆઈસીસી અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે. તથા ગુજરાત કોંગ્રેસ અને ઉમેદવારો વચ્ચે પણ સંકલનનો અભાવ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા કાંગ્રેસ વચ્ચે સંકલનનો અભાવ છે.

રિપોર્ટમાં ઉલ્લેખ છે કે , ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસની ઢીલી નીતિ છે. છેલ્લી ઘડી સુધી ઉમેદવાર જાહેર ન કરવાથી કાંગ્રેસને નુકસાન થયું છે. ચૂંટણી માટેના જરૂરી રિસોર્સ ઉમેદવારો સુધી મોડા પહોંચ્યા હતા. એઆઇસીસી દ્વારા આપવામાં આવેલા ચુંટણી ફંડની અનિયમિત વહેંચણી કરવામાં આવી. ચૂંટણી ફંડની વહેચણીમાં વ્હાલા દવાલાની નીતિ પણ સામે આવી છે.

ઉમેદવારોની ખરીદી અંગે રિપોર્ટમાં જણાવાયું કે, કેટલાક ઉમેદવારને ભરપુર માત્રમાં ફંડ મળ્યું, તો કેટલાકને માત્ર 20 લાખ રૂપિયા અપાયા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. ઉમેદવારોએ પ્રભારી અને સહપ્રભારીની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર સાહિત્ય પણ સમયસર પહોંચ્યું ન હતું. ઉમેદવારનો મરજી પ્રમાણેના સ્ટાર પ્રચારકો પણ ન મળ્યા. ગુજરાત કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલી બુથ સમિતિઓ માત્ર કાગળ પર રહી ગઈ હતી. કોંગ્રેસ સ્થાનિક સ્તરે ડેમેજ કંટ્રોલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. ડેમેજ કંટ્રોલ સમિતિઓ માત્ર કાગળ પર જોવા મળી.

ઉપરાંત, AIC દ્વારા આપવામાં આવાત વિરોધના કાર્યક્રમ ગુજરાતમાં પરિપુર્ણ ન થતા હોવાનું પણ સામે આવ્યું. ફેક્ટ ફાઇડીંગ સમિતિએ રીપોર્ટ બનાવવા માટે કરી પાંચ બેઠક અમદાવાદ, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે બેઠક કરી હતી. ફેફ્ટ ફાઇન્ડિંગ સમિતિમાં ત્રણ સભ્યોનો સમાવેશ કરાયો હતો. નિતિન રાઉતના અધ્યક્ષ સ્થાને બનેલી સમિતિમાં શકિલ અહેમદ અને સપ્તગીરી ઉલાકાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં સૌથી વધુ ચોંકાવનારી માહિતી એ છે કે, કોંગ્રેસે 35 ટીકીટ વેંહચી માર્યો હોવાનો અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે. હવે આ મામલે આગળ કેવા રાજકીય સમીકરણો જોવા મળે છે તે સમય આવ્યે જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here