Home Other સરકાર નું ફરમાન:જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા….

સરકાર નું ફરમાન:જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા….

138
0

ગાંધીનગર: ૧૧ જાન્યુઆરી


મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.

ફાઈલ ફોટો

કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.


બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે.
રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.


આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.


રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે


 

Previous articleવલ્લભ વિદ્યાનગર કોંગ્રેસ સમિતિ દ્વારા મંગળવારે ” ઈ શ્રમ ” કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો..
Next articleઆણંદમાં કોરોના વિસ્ફોટ નવા 88 ,આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ કોરોનાગ્રસ્ત…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here