પાટણ: 22 એપ્રિલ
ગુજરાતના પ્રાચીન પાટનગર અને જીલ્લા મથક પાટણ ખાતે પ્રથમ વાત ૧ લી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનો જાજરમાન સમારોહ ઉજવવામાં આવનાર હોય જેના ભાગરૂપે કોટન શહેરમાં વિવિધ ક્ષેત્રે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે મુખ્યપ્રધાન અને અન્ય મહાનુભાવો ની હાજરીમાં પાટણ શહેરમાં યુનિવર્સિટી ખાતે થનાર ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના તમારો અંતર્ગત પાટણ કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેને લઇ સમગ્ર વાતાવરણમાં ગુજરાત ગૌરવ દિન ની ઉજવણીનો આનંદ ઉત્સાહ છવાઈ રહ્યો છે.
1 લી મે ગુજરાતના ગૌરવવંતા સ્થાપના દિનની ઉજવણીનો સમારોહ પાટણ યુનિવર્સિટીના વિશાળ મેદાન ખાતે યોજાનાર છે સ્થાપના દિનના સમારોહના મહામહિમ રાજ્યપાલ મુખ્યપ્રધાન સહિત ના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે રાજ્યપાલ અને મુખ્યપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર સહિત સલામી ના કાર્યક્રમો યોજવામાં આવશે જેને લઇ છેલ્લા કેટલાક દિવસોથી કોલેજ ગ્રાઉન્ડ પર પોલીસ પરેડ તેમજ ડોગ અને હોર્સ સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત સમગ્ર કેમ્પસ જંતુ બન્યું છે હાલમાં અહીં પોલીસ પરેડ , ચેતક કમાન્ડો , મરીન કમાન્ડો , એસઆરપી યુનિટ , બોર્ડર રેન્જ પોલીસ , ગાંધીનગર રેન્જ મહિલા પોલીસ , અમદાવાદ સીટી ટ્રાફિક પોલીસ , અમદાવાદ સીટી મહિલા પોલીસ , વડોદરા અને સુરત રેન્જ મહિલા પોલીસ , જી.આર.ડી , હોમગાર્ડ , જેલ પોલીસ વગેરેની ટીમોની પરેડની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે . આ ઉપરાંત રાઇફલ ડીલ અંગે પણ જવાનો જોરદાર તૈયારીઓમાં લાગી ગયા છે.