પેટલાદ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જુના સભ્યોની યાદીને નવા ડેટા ઉમેરી ચેમ્બરમાં નવા યુવા સભ્યો ઉમેરવાની કવાયત હાથ ધરવામાં આવી છે . અત્રે ઉલ્લેખવાનું કે પેટલાદ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અસરે 1000 સભ્યોનું પ્રતિનિધિ મંડળ છે અને તેમાં પેટલાદ ઉપરાંત સોજીત્રા GIDC તેમજ તારાપુર ગંજ બઝાર, તારાપુર રાઈસ મિલ એસોસિએશન વિગેરેના વેપારી સભ્યો સામેલ છે. આ તમામને નવા ડેટા ઉપડેટ કરવા રૂબરૂ ફોર્મ મોકલવાની કવાયત હાથ ધરવામાં આવે છે.
હાલની ચેમ્બર ઓફ કૉમેર્સની મેટિંગમાં પેટલાદમાં રહી પેટલાદ બહાર તેમજ વિદેશમાં વ્યવસાય કરતા નામાંકિત યુવા ઉદ્યોગ સાહસિકોને સમાવેશ કરી એક નવી ઉર્જા આપવાનો પ્રયત્ન કરેલ છે . પેટલાદ ચેમ્બર ઓફ કૉમેર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પેટલાદમાં વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોનું સમયાંતરે ખુબ યથાર્ત રીતે સરકાર તેમજ જે તે વિભાગોમાં રજૂઆતો કરવામાં આવતી હોય છે.
થોડા સમય પૂર્વે લઘુ ઉધોગ તેમજ માઇક્રો ફાઇનાન્સને લાગતો એક સેમિનાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને સાથે રાખી પેટલાદના વેપારીઓને સરકાર વિવિધ સ્કીમોને જાણકારી માટે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક જવાબદારીના ભાગરૂપે પેટલાદ સિવિલ ખુબ સારી સેવા આપવા બદલ ડો.કૌશલ શાહ , આઈ સર્જન તેમજ કોરોના સમયે પેટલાદ સિવિલ હોસ્પિટલ તેમજ પેટલાદ રૂર્બન હેલ્થ સેન્ટર દ્વારા ખુબ સરાહનીય કામગીરી માટે સૌ ડોકટરોનું બહુમાન કરવામાં આવ્યું હતું. અગાઉ પેટલાદ રેલ્વે ઓવર બ્રિજ બાબત તેમજ પેટલાદ રેલ્વે તથા પોસ્ટ બાબતે અસરકારક રજુઆત કરવામાં આવેલ છે. તેમજ ટૂંક સમયમાં પેટલાદના વેપારી વર્ગ માટે હાલમાં જે હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધેલ છે. તે માટે CPR ટ્રેનિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.