Home ક્ચ્છ કચ્છમાં નર્મદા કેનાલ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોની સંપાદન...

કચ્છમાં નર્મદા કેનાલ નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોની સંપાદન કરેલ જમીનનું પુરતું વળતર ના મળતા રોષ

143
0
કચ્છ : 22 જાન્યુઆરી

કચ્છમાં હાલ નર્મદા કેનાલના કામો પ્રગતિમાં છે જોકે માંડવી અને મુન્દ્રા વિસ્તારમાં કેનાલના કામ દરમ્યાન ખેડૂતોને જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળતું હોવાની રાવ ઉઠી છે,ઉભા ઝાડ કાપી નખાયા છે પણ વળતર મુદ્દે અન્યાય થતો હોવાથી અહીંના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

કચ્છ શાખા નહેરના બાંધકામ હેતુ વર્ષ 2015 થી 2021 સુધીમાં આ વિસ્તારમાં સેંકડો હેકટર જમીન સંપાદન કરવામા આવી છે.આ જમીનમાં ફળાઉ અને બિન ફળાઉ વૃક્ષોનું વળતર વર્ષ 1993ના જુના ભાવે ચૂકવવામાં આવતા ખેડુત આલમમાં રોષની લાગણી છે આ માટે રજુઆત બાદ કમિટી બની અને નવા પરીપત્ર પ્રમાણે સાત વર્ષથી નીચેની ઉમરના કેસર આંબાના રૂ. 14000 અને સાત વર્ષથી ઉપરના કેસર આંબાના ભાવ 40000 નક્કી કર્યા છે જોકે આ વિસ્તારના ખેડૂતોને વર્ષ 1993 ના જુના 150 થી 200 રૂપિયા જ ભાવ મળશે જેથી લોકો સાથે દગો થયો હોઇ નર્મદા નિગમ સામે રોષ ફેલાયો છે.નવા નિયમ પ્રમાણે અહીંના ખેડૂતોને 29 કરોડ વળતર ચૂકવવાનું થાય છે પણ હવે માત્ર જુના નિયમ પ્રમાણે માત્ર અઢી કરોડ ચૂકવી તંત્ર લોકો સાથે વિશ્વાસઘાત કરી રહ્યું હોવાનો મત પણ સામે આવ્યો છે. સમાઘોઘા ગામના ખેડૂત ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ મુદ્દે ન્યાય નહિ મળે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી ઉપચારી છે.


અહેવાલ : કૌશિક છાયા અને સલીમ સમાં, કચ્છ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here