Home કાલોલ કાલોલ સીનીયર સિટીઝન ગ્રુપ દ્વારા કાલોલ નગરના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર નું...

કાલોલ સીનીયર સિટીઝન ગ્રુપ દ્વારા કાલોલ નગરના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર નું સન્માન

127
0

કાલોલ : 22 માર્ચ


કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને પાલિકા પૂર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય નું સિનિય૨ સિટીઝન ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાલોલ નગરમાં પ્રજાલક્ષી કામગીરી થી પ્રભાવિત થઈને સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની કામગીરીની બિરદાવવામાં આવી હતી. કાલોલ નગરપાલિકાના વિકાસના કામોમાં અને પ્રજાલક્ષી પ્રશ્નોને હળવા બનાવવા બદલ સિનિયર સિટીઝન ગ્રુપ ના હર્ષદભાઈ જોશી તલાટી , ડાહ્યાભાઈ પટેલ , રમેશભાઈ ઉપાધ્યાય તથા કાલોલ સિનિયર સિટીઝન ગ્રુપ ના ૧૦૦ ઉપરાંત સભ્યો દ્વારા ચીફ ઓફિસર અને પ્રમુખ નું સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને અવિરત કામ કાલોલ માટે કરતાં રહે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here