Home વેરાવળ વેરાવળમાં એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોનના નામે કરોડોનું કૌભાંડ

વેરાવળમાં એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોનના નામે કરોડોનું કૌભાંડ

92
0

વેરાવળમાં આવેલ એક્સિસ બેન્કના ત્રણ કર્મચારીઓ એ જ બેંક ને અંધારામાં રાખી કરોડોનું કૌભાંડ આચાર્યૂ. બનાવ થી શહેરભરમાં ચર્ચા.. ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર અને બે કર્મચારીઓને પોલીસે ઝડપી લીધા. તપાસ બાદ વધુ આરોપીઓ અને રકમ બંનેમાં વધારો થાય તેવી સંભાવના પોલીસે વ્યક્ત કરી…વેરાવળ શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલ એક્સિસ બેન્ક માં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા અને પોલીસના મતે મુખ્ય માસ્ટર માઈન્ડ એવા માનસિંગ ગઢીયા. તેમજ વિપુલ રાઠોડ. અને પીન્કી ખેમચંદાણી. આ ત્રણે એ મળી અને પૂર્વ નિયોજીત કૌભાંડ આચાર્યૂ છે જે ત્રણેયની પોલીસે ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણે કર્મચારીઓ જે કોઈ ગ્રાહક ગોલ્ડ લોન લેવા બેંકમાં આવે તેને નિયમ પ્રમાણે ગોલ્ડ લોન આપી અને તેમના સોનાના દાગીના નું ઓડિટ થયા પછી વેરિફિકેશન કર્યા બાદ .સોનાના પાઉચ માંથી અસલ દાગીના બહાર કાઢી લઈ તેમાં નકલી દાગીના મૂકી અને ફરી પાછા સાચા દાગીના ની લોન ડમી ગ્રાહકો ઊભા કરી અને ફરી તેના નામે એ જ દાગીના પર લોન મેળવતા ત્યારે એક્સિસ બેન્કમાં સરપ્રાઈઝ ઓડીટ કરાતા પાંઊચ માં રાખેલા દાગીના શંકાસ્પદ ઓછા વજનના અને નકલી જણાતા બેન્ક મેનેજર રામ સોલંકી દ્વારા વેરાવળ પોલીસમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરાય છે.

વેરાવળની એક્સિસ બેન્ક માં ગોલ્ડ લોન કૌભાંડ નો મામલે વેરાવળ પોલીસ માં બેન્ક ના જ ત્રણ કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધાઈ છે. હાલ નાતબક્કે 2 કરોડ ના 2 કિલો 746 ગ્રામ સોના ની ઠગાઈ સામે આવી છે. જ્ગોયારે ગોલ્ડ લોન ના 426 પાઉચ ની તપાસ શરૂ કરાય છે પ્રથમ 06 પાઉચ ની તપાસ માં જ 2 કરોડ ની ઉચાપત સામે આવી છે હજુ અન્ય પાઉચ ની તપાસ માં દસેક દિવસ લાગશે.ઉચાપત નો આંક 12 થી 15 કરોડ ને આંબે તેવી શકયતા છે.ગોલ્ડ લોન બ્રાન્ચ ના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા, વિપુલ રાઠોડ અને પિન્કીબેન ખેમચંદાની આરોપી તરીકે પોલીસે ધરપકડ કરી છે પોલીસે ત્રણેય વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ 409,406,420,465,467,468,અને 120 B મુજબ ગુન્હો દાખલ કર્યો છે.અને વધૂ તપાસ હાથ ધરી છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here