સાબરકાંઠા : 20 માર્ચ
ઈડર નગરપાલિકા ટાઉનહોલ ખાતે ઈડરની શ્રી કે.એમ.પટેલ વિદ્યામંદિરનો પંચવિધ કાર્યક્રમ યોજાયો જેમા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શાળાના આચાર્ય કિરણભાઈ પટેલનો સન્માન સમારંભ , તેજસ્વી તારલાઓનુ સન્માન , શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ તથા નિવૃત કર્મચારીઓનો સન્માન સમારોહ , અટલ લેબનો ઉદ્ઘઘાટન સમારોહ યોજાયો હતો.
જેમા સમારંભ અધ્યક્ષ તરીકે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા , અટલ લેબના ઉદ્ઘઘાટક તરીકે ભાજપા સાબરકાંઠા પ્રમુખ જે.ડી.પટેલ તથા દીપ પ્રાગટય ઈડર નગરપાલિકા પ્રમુખ જયસિંહ તંવરના હસ્તે કરવામા આવ્યુ હતુ જેમા શાળાના આચાર્ય કિરણભાઈ દ્વારા પધારેલ મહેમાનોનુ શબ્દોથી સ્વાગત કરવામા આવ્યુ હતુ સાથે ઉપસ્થિત મહેમાનોનુ ફુલહાર અને શાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે નિવૃત થતા ચાર સ્ટાફ કર્મચારી અને શાળાના તેજસ્વી તારલાઓનુ પણ સન્માનપત્ર અને મોમેન્ટો દ્વારા બહુમાન કરવામા આવ્યુ હતુ આમંત્રિત મહેમાનો દ્વારા પ્રાસંગીક ઉદ્દબોદન કરવામા આવ્યુ હતુ જેમા શાળા પરિવારને સિદ્ધિઓ બદલ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.
આ પંચવિધ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે જીલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ વ્યાસ , ભાજપા જીલ્લા મહામંત્રી કનુભાઈ પટેલ , ઉપપ્રમુખ એમ.ડી. સોલંકી , સિનિયર સર્વેયર આર.ડી પરમાર , એપીએમસી ચેરમેન હિતેન્દ્રભાઈ પટેલ તથા શાળા પરિવાર , ટ્રસ્ટી મંડળ , મહેમાનો તેમજ વિધાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો