Home વેરાવળ ગીર જંગલના સિંહ પાછળ કાર દોડાવી પજવણી કરાતી હોવાનો વિડીયો વાયરલ થતા...

ગીર જંગલના સિંહ પાછળ કાર દોડાવી પજવણી કરાતી હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર

97
0
વેરાવળ : 22 માર્ચ

ગીર જંગલના સિંહ પાછળ કાર દોડાવી પજવણી કરાતી હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર

કાર ચાલકએ સિંહ પાછળ કાર હંકારી દોડતા સિંહનો વિડીયો પણ ઉતારેલ જે વાયરલ થયો

સિંહ પજવણીમાં જોવા મળતુ લોકેશન ગીર સોમનાથના ઉના-ગીરગઢડા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારનું હોવાનું જાણકારોનું અનુમાન

સિંહ પજવણીના વાયરલ વિડીયોના પગલે સિંહ પ્રેમીઓમાં રોષ

ગીર જંગલ વિસ્‍તારના તથા બોર્ડરના ગામોમાં સિંહોની સુરક્ષા સામે ઉઠતા સવાલો.

ગીર જંગલની આસપાસના કોઇ એક ગામડામાં સિંહની પજવણી કરાતી હોવાનો એક વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં ગામડાને શેરીમાં ફરી રહેલ સિંહ પાછળ કોઇ શખ્‍સ કાર ભગાવી દોડાતા સિંહનો વિડીયો ઉતારી રહયાનું જોવા મળે છે. આ વાયરલ વિડીયો ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડા તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારનો હોવાનું અનુમાન થઇ રહયુ છે. જંગલના રાજા એવા સિંહની પજવણીની ઘટના સામે આવતા સિંહપ્રેમીઓમાં રોષ પ્રર્વતેલ છે. તો આ વાયરલ વિડીયો બાદ ગીર જંગલ વિસ્‍તારના ગામોમાં સિંહોની સુરક્ષા સામે સવાલો પણ ઉઠયા છે. જયારે આ વાયરલ વિડીયો મામલે વન વિભાગએ પણ તપાસ શરૂ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

ગીર જંગલમાં વસવાટ કરતા એશિયાટીક સિંહોની વારંવાર પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રીય રીતે કામગીરી રહયુ છે. તેમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકી રહી નથી. ત્‍યારે વઘુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોવા મળતા મુજબ ગીર જંગલ આસપાસના કોઇ ગામની શેરીમાંથી પસાર થઇ રહેલ જંગલના રાજા સિંહ પાછળ કોઇ શખ્‍સ મોટર કાર દોડાવી રહયો છે. કાર ચાલક દ્રારા ચાલુ કારમાંગી દોડતા સિંહનો વિડીયો પણ ઉતારી રહયાના જોવા મળે છે. આગળ દોડતા સિંહની પાછળ કાર ચાલક પણ કાર હંકારી એક માંથી બીજી શેરી ફરત જતા જોવા મળે છે.

તો વાયરલ થયેલ સિંહની પજવણીનો વિડીયોમાં જોવા મળતુ ગ્રામ્‍ય વિસ્‍તારનું લોકેશન ગીર સોમનાથ જીલ્‍લાના ઉના-ગીરગઢડા તાલુકાના જંગલ આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારનું હોવાનું અનુમાન જાણકારો વ્‍યકત કરી રહયા છે. તો સિંહ પજવણીના વાયરલ વિડીયોને લઇ સિંહ પ્રેમીઓમાં રોષ પ્રર્વતેલ છે. તાત્‍કાલીક પજવણી કરનાર શખ્‍સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહયા છે. જયારે પજવણીના વાયરલ થયેલ વિડીયોના પગલે ગીર જંગલ વિસ્‍તાર તથા આસપાસના બોર્ડરના ગામોમાં સિંહોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે.

અત્રે નોંઘનીય છે કે, ગીર જંગલ અને તેની આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શનના નામે જંગલના રાજા સિંહોની પજવણી કરાતી હોવાની અનેકવાર સિંહ પ્રેમીઓ દ્રારા ફરીયાદો પણ કરી છે. તો વનવિભાગ પણ ગેરકાયદેસર સિંહ દર્શનની પ્રવૃતિ તથા સિંહોની પજવણી અટકાવવા સક્રીયતાથી કામ કરી રહયુ હોવાથી અનેક વખત સિંહોની પજવણી કરનાર શખ્‍સોની અટક કરી ઘોરણસરની કાર્યવાહી કરી છે. તેમ છતાં પણ ગીર જંગલ તથા આસપાસના બોર્ડરના ગામોમાં સિંહોની પજવણી બંઘ થતી ન હોવાથી હવે વનવિભાગએ આ બાબતે અસરકારક કામગીરી કરવી જોઇએ તેવી સિંહ પ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

 

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here