ગુજરાતમાં વધુ એક આશાસ્પદ યુવકનું હાર્ટ અટેકથી નિધન, અખબારના ફોટોગ્રાફરના પુત્ર અચાનક ઘરમાં ઢળી પડ્યાં, યુવાવસ્થઆમાં હાર્ટ અટેકનો સિલસિલો થંભી નથી રહ્યો. આજે પણ હાર્ટ અટેકના કારણે એક ન્યુઝ ફોટોગ્રાફરના પુત્રે જીવ ગુમાવ્યો છે.કેવિન રાવલનું હાર્ટ અટેકથી નિધનયુવાવસ્થઆમાં હાર્ટ અટેકનો સિલસિલો થંભી નથી રહ્યો. આજે પણ હાર્ટ અટેકના કારણે એક આશાસ્પદ ન્યુઝ ફોટોગ્રાફરના પુત્રે જીવ ગુમાવ્યો છે. હિંમતનગરમાં 21 વર્ષીય યુવાન કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત થયું છે. તેમના પિતા અખબારના સિનિયર ફોટોગ્રાફર છે. ગઇ કાલે મોડી રાત્રે કેવિન રાવલ ઘરમાં ઢળી પડતા તેમને હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પિટલના તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલે રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.અચાનક પુત્રના નિધનથી પરિવાજનો આઘાતમાં સરી પડ્યાં છે.રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની વધુ એક ઘટના બની હતી.
દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અને છેલ્લા કેટલાય દિવસથી યુવાનોને હાર્ટ-એટેક આવવાના બનાવો વધુ જોવા મળ્યા છે. તેમજ ચાર દિવસ અગાઉ જ જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતો 19 વર્ષીય યુવક ઢળી પડતા મોત થયું હતું, ત્યારે આજરોજ હિંમતનગરમાં વધુ એક હાર્ટ-એટેકનો બનાવ બન્યો, જેમાં યુવાનનું મોત નીપજ્યું છે. હિંમતનગરના બેરણા રોડ પર આવેલા શુભ ટેનામેન્ટમાં રહેતા સિનિયર ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર રાત્રેના સમયે બેઠક રૂમમાં વાતો કરતા હતા. એ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિન રાવલને છાતીમાં એસિડિટી જેવું થયું હતું, જેથી તેને ગોળી લઈ આઈસક્રીમ ખાધા બાદ રૂમમાં ગયો હતો. ત્યાર બાદ રૂમમાંથી બહાર આવીને ઓસરીમાં ઢળી પડ્યો હતો. તાત્કાલિક કેવિનને વાહનમાં ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ એ પહેલાં તે જ મોતને ભેટી ગયો હોવાથી તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.