Home સાબરકાંઠા આગામી 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત...

આગામી 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

71
0

આગામી 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનશ્રીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશેકાર્યક્રમની તૈયારીના ભાગરૂપે હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જિલ્લામાં હિંમતનગર, ઇડર, તલોદ અને ખેડબ્રહ્મા ખાતે કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ આગામી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં અંદાજીત ૧,૨૭,૦૦૦ આવાસોના ઇ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાનાર છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ૪ વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ યોજનાઓના આવાસોનું લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે. જિલ્લામાં આ કાર્યક્રમ હિંમતનગરમાં એ.પીએમ સી માર્કેટ યાર્ડ, ઇડરમાં એ.પીએમ સી માર્કેટ યાર્ડ સાપાવાડા , તલોદમાં ઉમિયાવાડી સલાટપુર અને ખેડબ્રહ્મામાં આરડેકતા કોલેજ ખાતે યોજાશે.

વડાપ્રધાનશ્રીના વર્ચુઅલ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે વિવિધ વિભાગોના અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં કયા મતવિસ્તારમાં કઈ યોજના હેઠળ કેટલા આવાસોના લોકાર્પણ થશે*
પ્રધાનમંત્રી આવાસ યોજનાપંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના નગરપાલિકા ટ્રાયબલ આંબેડકર આવાસ યોજના કુલ

હિંમતનગર ૨૬૫ ૨૨ ૫૮ – ૯૫ ૪૪૦
ઇડર,વડાલી ૧૮૩ ૩૧ ૬૧૧ – ૨૨૬ ૧૦૫૧
ખેડબ્રહ્મા,પોશીના,વિજયનગર ૧૪૫૮ – ૨૧૯ ૧૭૩ ૧૬૯ ૨૦૧૯
પ્રાંતિજ,તલોદ ૬૨૨ ૪૭ ૨૬૯ – ૧૦૦ ૧૦૩૮
કુલ ૨૫૨૮ ૧૦૦ ૧૧૫૭ ૧૭૩ ૫૯૦ ૪૫૪૮

અહેવાલ.. રોહિત ડાયાણી, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here