Home ગોધરા ગોધરા તાલુકાના રાયસિંગપુરા ખાતે કાંકણપુર આર્ટસ કોલેજ અને સિંગવડ આર્ટસ કોલેજ દ્વારા...

ગોધરા તાલુકાના રાયસિંગપુરા ખાતે કાંકણપુર આર્ટસ કોલેજ અને સિંગવડ આર્ટસ કોલેજ દ્વારા ૭ દિવસીય એન.એસ.એસ. કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો.

147
0
ગોધરા : 22 માર્ચ

ગોધરા તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળા ખાતે જે.એલ.કે કોટેચા આર્ટસ એન્ડ એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ તેમજ સુમનભાઈ રંગજીભાઈ ભાભોર આર્ટસ કોલેજ ,સીંગવડ કોલેજના સયુંકત ઉપક્રમે એન.એસ.એસ યુનિટ દ્વારા સાત દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેનો શુભારંભ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને થયો.

આ કેમ્પનું મુખ્ય હેતુ વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી તેમજ બીજા અન્ય બહારના અનુભવો પુરા પાડવાના ઉમદા હેતુથી બંને કોલેજના વિદ્યાર્થીઓનો સાત દિવસીય કેમ્પ રાયસિંગપુરા ખાતે ૨૨ માર્ચના રોજ શુભારંભ થયો.આ ઉદ્ઘાટનમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એન એસ એસ કો ઓર્ડીનેટર નરસિંહભાઈ પટેલ, કાંકણપુર કોલેજના આચાર્ય ડૉ. કુમાર જૈમિનિ શાસ્ત્રી તેમજ સિંગવડ કોલેજના આચાર્ય જી એન બારીયા કાંકણપુર કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ.મહેશભાઈ રાઠવા અને સિંગવડ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહેશ પટેલ, અને રાયસિંગપુરા પ્રાથમિક શાળાના આચાર્ય ડી વી દરજી, તેમજ શાળાના શિક્ષકો ગામના સરપંચ કમલેશ પરમારની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

કેમ્પનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર મહેશભાઈ પટેલ અને મહેશભાઈ રાઠવાએ કર્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો ચંદુભાઈ તાવિયાડ, દલપતસિંહ બારીયા, જતીનભાઈ પાઠક, ધર્મિષ્ઠાબેન મહિડા સહિત ગામના કેસરીસિંહ રાઠોડ, સંજય સોલંકી, નરેશ રાઠોડ, વિપુલ રાઠોડ, સુરપાલસિંહ રાઠોડ, સતીશ પરમાર, રાયસિંગપુરા ગ્રામ પંચાયત, દૂધ ડેરી, આંગણવાડી વગેરેએ સહયોગ આપ્યો હતો. સ્વાગત પ્રવચન ડૉ મહેશ રાઠ્વાએ કર્યું હતું. ઉદઘાટન કાર્યક્રમનું સંચાલન પ્રો મહેશ પટેલે કર્યું હતું. આભાર વિધિ રાયસિંગપુરા પ્રા. શાળાના શિક્ષક મહેન્દ્ર પરમારે કરી હતી.

 

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here