Home પાટણ વડાપ્રધાનના બે દિવસ ના પ્રોગ્રામ માટે પાટણ જિલ્લામાંથી 61 બસો ફાળવાઇ…

વડાપ્રધાનના બે દિવસ ના પ્રોગ્રામ માટે પાટણ જિલ્લામાંથી 61 બસો ફાળવાઇ…

204
0
પાટણ : 10 માર્ચ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવનાર હોય પાટણ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાની રાત્રી 61 લોકલ રૂટની બસો પ્રોગ્રામ આવી છે જેને લઇને ગામડાઓમાંથી અવરજવર કરતા મુસાફરોને બે દિવસ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ માર્ચે અમદાવાદ ખાતે યોજાનાર સરપંચ સંમેલન તેમજ ૧૨ તારીખે ખેલ મહાકુંભ ના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાના હોય રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓના એસટી ડેપો ખાતે થી અનેક રૂટની બસો ને આ પ્રોગ્રામમાં ફાળવવામાં આવી છે જે અનુસંધાને પાટણ જિલ્લા એસટી ડેપો દ્વારા 61 બસોના રૂટ ટૂંકાવીને તમામ બસો આ કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે. જે પૈકી ચાણસ્મા ડેપો ની 7,સિદ્ધપુર ડેપો ની 8, આર્ટસ હારીજ ડેપો ની 6,સમી ડેપોની 6,શંખેશ્વર ડેપોની 4 , રાધનપુર ડેપોની 5 અને પાટણ એસટી ડેપોની 16 બસો ફાળવવામાં આવી છે.

એસ ટી ની 1 .25 લાખ આવક પર અસર પડશે જોકે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માં આવી છે પાટણ ડેપો દ્વારા રોજ ની 360 ટ્રીપો નું સંચાલન કરવા માં આવી રહ્યું છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી અવરજવર કરતા મુસાફરોને બે દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here