Home પાટણ ભાજપ સરકારે કોરોના મૃત્યુઆંક છુપાવ્યો હોવાનું પાટણ કોંગ્રેસ ધારાસભ્ય નો આક્ષેપ…

ભાજપ સરકારે કોરોના મૃત્યુઆંક છુપાવ્યો હોવાનું પાટણ કોંગ્રેસ ધારાસભ્ય નો આક્ષેપ…

136
0
પાટણ : 21 જાન્યુઆરી 

ગુજરાતમાં કોરોના મૃત્યુઆંક મામલે ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં રજુ કરેલા આંકડા પરથી બેવડી અને સરકારી ચોપડે આંકડા છુપાવવાની નીતિ છતી થઇ છે . સરકારે મોતના આંકડા છુપાવી પ્રજા સાથે છેતરપીંડી કરી છે તેમ જણાવી પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલે કોંગ્રેસની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ડો.કિરીટ પટેલે પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યુ હતું કે , ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખથી વધુના મોત થયા છે . કોંગ્રેસ દ્વારા આ તમામ મૃતકોના પરીવારજનોને રૂ।.૪ લાખ સહાય ચુકવવા માંગ કરી રહી છે પરંતુ સરકાર સાચા આંકડા છુપાવી રહી છે . સુપ્રિમ કોર્ટમાં થયેલ રીટમાં ગુજરાત સરકારે સ્વીકાર્યું છે કે , સરકારી ચોપડે નોંધાયેલા મૃત્યુથી વધુ અરજીઓ આવી છે જેમાંથી ૬૮,૩૭૦ કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે . બીજા ૨૪,૦૦૦ કલેમ પ્રોસેસમાં છે . કુલ ૮૯,૬૩૩ એ વળતર માટે અરજી કરેલ છે . WHO એ પણ ભારત – ગુજરાતના કોવિડ મૃત્યુ આંક પર વિશ્વાસ નહીં હોવાનું જણાવ્યું છે . વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નમાં પણ કોરોના મૃત્યુઆંક અલગ હતો . આરોગ્યમંત્રી અને કમિશ્નરના આંકડામાં પણ વિસંગતતા હતી . આમ વળતર ન ચુકવવું પડે તે માટે સરકાર મોતના આંકડા છુપાવી રહી છે .

વધુમાં તેમણે જણાવ્યું હતું કે , હાલ રાજ્ય સરકાર દ્વારા ૫૦ હજારનું વળતર ચુકવવામાં આવ છે જેના બદલે દરેક મૃતકના પરીવારોને રૂા .૪ લાખ વળતર ચુકવવા કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે . રૂા .૫૦ હજારની સહાય એ પશુ મૃત્યુમાં અપાય છે જયારે ગુજરાત સરકાર પશુ અને માનવની એક સરખા ગણતી હોવાનો આક્ષેપ કરી ઉમેર્યું હતું કે , મૃત્યુઆંક છુપાવવા બદલ સરકારી તંત્રની ઘોર બેદરકારીની તટસ્થાપૂર્વક ન્યાયીક તપાસ થવી જોઇએ . કોરોનાગ્રસ્ત તમામ દર્દીઓના તમામ મેડીકલ ખર્ચની રકમની ચુકવવી કરવી જોઇએ . કોરોનાથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાન , પરીવારજનોમાંથી કોઇ એકને કાયમી સરકારી નોકરી આપવી જોઇએ . સરકાર કોંગ્રેસની આ માંગણીઓ પુરી નહીં કરે તો ઉગ્ર આંદોલન કરાશે.

પાટણ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા કોરોના મૃતકોની સહાય માટે ૨૩૦૦ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સરકારમાં સુપ્રત કરાયા હતા જ્યારે સરકારી ચોપડે પાટણ જિલ્લાનો મૃત્યુઆંક અલગ બતાવવામાં આવી રહ્યો છે . આ પત્રકાર પરીષદમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર , શહેર પ્રમુખ ભરત ભાટીયા , અશ્વિનભાઇ પટેલ , મધુભાઇ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દારો ઉપસ્થિત રહ્યા હતા .


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here