Home સાબરકાંઠા વિજયનગરના કણાદર ગામની અથડામણની ઘટનામાં, ત્રણ મહિલાઓ સહિત તમામ ૭ આરોપીઓની ધરપકડ...

વિજયનગરના કણાદર ગામની અથડામણની ઘટનામાં, ત્રણ મહિલાઓ સહિત તમામ ૭ આરોપીઓની ધરપકડ કરાઈ.

126
0

સાબરકાંઠા : 11 મે


વિજયનગર તાલુકામાં કણાદર ગામની અથડામણની ઘટનમાં પોલીસે જે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો એ તમામ ૭ આરોપીઓની આજરોજ વિજયનગર પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા જેમાં 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે વિજયનગરના કણાદર ગામમાં વિવાદગ્રસ્ત જમીનની તકરારની અદાવતમાં સર્જાયેલ અથડામણમાં એક પુરુષને દોરડા વડે બાંધી લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો.જ્યારે તેની પત્નીનો હાથ ખેંચી તેણીના પેટ ઉપર લાત મારી, અન્ય દંપતિ ઉપર પણ હુમલો કર્યો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ૭ આરોપીઓ વિરુદ્ધ ચિઠોડા પો.મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આજે ઝડપી લેવામાં આવેલ આ આ રોપીઓમાં અમરતભાઇ થાવાજી પંચોલા, અજયકુમાર અમરતભાઇ પંચોલા , રમણભાઈ થાવરાજી પંચોલા, સવિતાબેન, રમણભાઇ થાવાજી પંચીલા, હીરીબેન અમરતભાઇ થાવરાજ પંચોલા મગનભાઇ અને ટીમુંબેન મગનભાઇ પંચોલા (તમામ રહે. કણાદર તા. વિજયનગર )નો સમાવેશ થાય છે.આ અંગે વધુ તપાસ પો.સ.ઇ.એમ.એચ.પરાડીયા કરી રહ્યાં છે.

અહેવાલ: રોહિત ડાયાણી સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here