Home પાટણ પાટણ માં પોલીસ જવાનો દ્વારા દિલ ધડક ઇવેન્ટો નું રિહર્સલ કરાયું….

પાટણ માં પોલીસ જવાનો દ્વારા દિલ ધડક ઇવેન્ટો નું રિહર્સલ કરાયું….

146
0
પાટણ: 27 એપ્રિલ

ગુજરાતના 62 માં સ્થાપના દિનની સૌપ્રથમવાર પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિન તરીકે ઉજવણી થનાર હોઈ પ્રજાજનોમાં ભારે આનંદ ઉમંગ પ્રવર્તી રહ્યો છે . જિલ્લા વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે . કોલેજ અને યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે .

ગુજરાત ગૌરવ દિન ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર પોલીસ પરેડ અને વિવિધ ઇવેન્ટનું બની રહેનાર છે . આ અંગે છેલ્લા કેટલાય દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે . જેમાં અંતિમ તબક્કાની તાલીમની તૈયારીઓ રૂપે કોલેજ ગ્રાઉન્ડ પર પરેડ સહિત વિવિધ ઇવેન્ટનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલ કાર્યક્રમમાં પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ વચ્ચે તાલબદ્ધ રીતે તમામ પરેડ અને ઇવેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા . જેમાં ડોગ શો , અશ્વ શો , મહિલા રાયફલ ડિલ , બેન્ડ ડિસ્પ્લે , બાઈકના અદભુત સ્ટંટ અને દિલધડક કરતબો રજૂ કરી મહિલા અને પોલીસ જવાનોની તાલીમબદ્ધ ટિમો દ્વારા તેમનું સુંદર પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું.

પરેડ રિહર્સલમાં ચેતક કમાન્ડો , મરીન કમાન્ડો સહિત જુદા જુદા પોલીસ જવાનોની ટીમો દ્વારા શિસ્તબદ્ધ રીતે સુંદર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી.ગુજરાતના વિવિધ જિલ્લાની પોલીસ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ મહેનત કરીને જોરદાર તૈયારીઓ કરાઈ છે .ત્યારે ગુજરાત ગૌરવ દિન ઉજવણી પ્રસંગે આ તમામ ઇવેન્ટો રજૂ કરવામાં આવે તેવી લોકલાગણી છે , જેથી પાટણ સહિત જિલ્લાભરના લોકોને તે નિહાળવાનો લાભ મળી શકે .

પરેડ પ્રોગ્રામના નોડલ ઓફિસર પ્રવિણસિંહ પરમારની નિશ્રામાં પાટણ એસ.પી. વિજય પટેલે પણ કોલેજ ગ્રાઉન્ડ પર પરેડ રિહર્સલ સ્થળની મુલાકાત લીધી હતી .

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here