Home પાટણ કુડેર ગામે ભટીયાણી માતાજી,રામદેવ પીર, ચેહર માં અને મહાકાળી,માતાજી ની મૂર્તિ ...

કુડેર ગામે ભટીયાણી માતાજી,રામદેવ પીર, ચેહર માં અને મહાકાળી,માતાજી ની મૂર્તિ પ્રતિષ્ઠ યોજાઈ….

156
0
પાટણ : 9 માર્ચ

પાટણ નજીક બાળા બહુચર મંદીર જે ધીરે ધીરે આસ્થાનું પ્રતિક બનતું જાય છે તે કુડેર ગામે ગામના જ મંદિરો માં આજે ભટીયાણી માતાજી, લાલબાઈ, ફુલબાઈ, વિર મહારાજ રામદેવજી, મહાકાળી, ચેહર માં , શીતળા માતા ,મૂર્તિ પ્રતિષ્ઠા નો એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો વહેલી સવારે સોભાયત્રા સંગીત મય માહોલ માં જયઘોષ સાથે નીકળી હતી ,ત્યાર બાદ મંદિર નાં પ્રાંગણ માં પૂજા નો પ્રારંભ થયો હતો 12.39 નાં શુભ વિજયી મૂરત માં મૂર્તિઓ,ધવજા દંડ અર્પણ કરવા માં આવ્યા ત્યાર બાદ હવન યજ્ઞ ની સરૂઆત થઈ હતી સાંજે 4 વાગે હવન ની પૂર્ણાહુતિ સમયે શ્રીફળ હવન કુંડ માં હોમવા માં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું આયોજન ,તેમજ મૂર્તિઓ ના દાતા હિંમતસિંહજી .પી .સોલંકી ના સહયોગ થી આ ધાર્મિક કાર્યકમ સંપન્ન બન્યો હતો.

હિંમતસિંહજી સાથે ખભે ખભો મિલાવી આ ધાર્મિક કાર્યક્રમ માં તેમના સહધર્મચારિણી ઈન્દિરા બા ,નું માર્ગદર્શન મળ્યું હતું આ પ્રસંગે બાવન ગોળ રાજપૂત સમાજ ના મજી પ્રમુખ દલુભા, વિહત માતા નાં ભવાજી નું શાલ ઓઢાડી અને સમાજ ના અગ્રણીઓ નું સન્માન કરવા માં આવ્યું હતું . વિજયસિંહ,એ આજના આ પ્રસંગ ને સક્ષિપ્ત માં ગામ તેમજ મંદિર નો ઈતિહાસ રજૂ કર્યો હતો.

સરપંચ બળદેવભાઇ રાજપૂત એ આભાર વિધિ કરી હતી નીલકંઠેશ્વર મહાદેવ નાં પૂજારી સ્વ, વસરાંમભારતી રામ ભારતી ની ચરણપાદુકા ની પણ પધરામણી થઈ હતી સમગ્ર કાર્યક્રમ માં સેવક ગણ માં મયુરભાઈ કિરીટભાઇ,રમેશભાઈ, જીતુભાઈ બહુચર મંદિર નાં પૂજારી કિરીટભાઇ એ ભારે જહેમત ઉઠાવી હતી,તો, જનકભાઈ મહારાજ ના આચાર્ય પદ સાથે હવન સંપન્ન થયો હતો સમગ્ર ગ્રામજનો એ એક જ રસોડે સાંજે પ્રસાદ ગ્રહણ કર્યો હતો

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here