Home સાબરકાંઠા ઈડર તાલુકાના દસથી વધુ ગામોના ખેડુતોએ વેપારી દ્વારા મગફળી ખરીદી છેતરપીંડી કરાતા...

ઈડર તાલુકાના દસથી વધુ ગામોના ખેડુતોએ વેપારી દ્વારા મગફળી ખરીદી છેતરપીંડી કરાતા ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયાને રજૂઆત કરી

84
0
સાબરકાંઠા : 22 જાન્યુઆરી

ઈડર તાલુકાના મેસણ , પોશીના , ચિત્રોડા , રામપુર , ચોરીવાડ , ચોટાસણ , ચોટાસણ કંપાબ, કડીયાદરા , લક્ષ્મીપુરા , ભદ્રેસર વિગેરે ગામના ખેડૂતોએ સને ૨૦૨૦/૨૧ ની સાલમા મગફળીનુ વાવેતર કરવામા આવ્યુ હતુ અને જેની ઉપજ તૈયાર થતા ડોલ્ફીન એગ્રો નામની કંપનીમા ભાગીદાર પ્રજાપતિ રાજેન્દ્રભાઈ સેધાભાઈ તથા મોહમ્મદ હનીફ શેખ આ બંને ભાગીદારોએ ભેગા મળી મેસણ ગામના નિવાસી હિતેશ નરસિંહભાઈ પટેલ તથા સવાઈસિંહ ઉર્ફે ગેમર ગોકુલસિંહ રાજપુરોહિતે એક સંપ થઈ ઉપરોક્ત ગામના ખેડૂતો પાસેથી મગફળીની ખરીદ કરેલ અને ખેડૂતોને ચેકો આપેલ પરંતુ પાકતી તારીખે ખેડુતોએ સદર ચેકો બેંકમા ક્લિયરન્સ માટે જતા અપૂરતા ભંડોળના કારણે ચેકો પરત ફરેલ હતા.

આમ વેપારી દ્વારા ખેડૂતો સાથે આબાદ રીતે છેતરપિંડી કરેલ હતી અને આ બાબતે ખેડૂતોએ પોલીસ ફરિયાદ પણ કરી હતી અને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામા આવ્યા હતા પરંતુ મુખ્ય આરોપીઓ પૈકી હનીફ શેખ નામનો ઈસમ ઈડર પોલીસે આજદીન સુધી પકડેલ નથી તેમજ જાણવા મળેલ માહિતી મુજબ સાત દિવસ જેટલો રિમાન્ડ મેળવેલા હોવા છતાં ખેડૂતો પાસેથી મેળવેલ મગફળી કે છેતરપિંડી કરેલ રકમ રૂ.૧ કરોડ ઉપરાંતની માતબર રકમ નાસતો ભાગતો આરોપી હનીફને આજદિન સુધી પકડાયો નથી જેથી ખેડૂતો રોષે ભરાયા હતા.

આમ ઈડર પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી ન કરાતા આરોપીઓને જામીન મળી જાય તો મુખ્ય આરોપી રાજેન્દ્રભાઈ સેધાભાઈ પાછળથી હાથમાં આવે તેમ નથી અને છેતરપિંડી કરેલ મુદ્દામાલ સગેવગે કરી ભોગ બનનાર ખેડૂતોને પારાવાર નુકશાન જાય તેમ છે આ અંગે આવેદનપત્ર દ્વારા ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયાને ભોગ બનનાર ખેડૂતોએ રજૂઆત કરી હતી ત્યારે આ મામલે ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા દ્વારા ઈડર પોલીસને ઝડપી કાર્યવાહી કરવા તેમજ આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા માટે ભલામણ કરી હતી


અહેવાલ : રાજેશ ચાવડા, ઇડર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here