Home પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખાતે વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખાતે વિચાર ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો

212
0
પાટણ: 30 માર્ચ

ભારતીય વિચાર મંચ, પાટણ અને કેશવમાધવ સ્મૃતિ સમિતિ દ્વારા “ભારતનો બોધ – ધર્મપાલની દ્રષ્ટિએ” આ વિષય પર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે વિચાર ગોષ્ઠિ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આ વિચાર ગોષ્ઠીમાં મુખ્ય વક્તા તરીકે પ્રાંત સહમંત્રી ભારતીય વિચાર મંચ ગુજરાતના કેતન શાહે વક્તવ્ય રજૂ કર્યું હતું.

યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલ વિચાર ગોષ્ઠીમાં કેતન શાહે પોતાના વક્તવ્યમાં ધર્મપાલ જીના પુસ્તકો અને તે તૈયાર કરવા માટે તેમણે લીધેલી મહેનત નો ઉલ્લેખ કરેલ. અંગ્રેજોના પત્રના આધારે 18મી સદીના સુસંસ્કૃત અને સમૃદ્ધ ભારત વિશેની માહિતી ધર્મપાલજીના પુસ્તકોમાં ઉપલબ્ધ હોવાની વાત કરી. ધર્મપાલજી પોતે ગાંધીજી ના ચુસ્ત અનુયાયી હોવા છતાં આઝાદી પછી પણ ધર્મપાલજીના પુસ્તકો વિશે સમાજ ને માહિતી ન મળે તે પ્રકારનું વાતાવરણ રાખવામાં આવ્યું. ધર્મપાલજીના પુસ્તકો દરેક ભારતીયને ભારત પ્રત્યે ગૌરવ ઉત્પન્ન કરે તે પ્રકારની માહિતીથી ભરેલા છે અને ભારત ખૂબ જ પછાત હતો અને અંગ્રેજોએ તેનો વિકાસ કર્યો આ વિચારથી ઉત્પન્ન થતી લઘુતાગ્રંથિ ને દૂર કરે તેમ છે. આ પ્રકારનો વિષય ખૂબ જ સારી રીતે તેમના દ્વારા મૂકવામાં આવ્યો. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓ દ્વારા ખૂબ જ સારી રીતે ચર્ચા કરવામાં આવી તથા પોતે પણ આ વિષયને સમાજ માં લઇ જવાની તૈયારી બતાવવામાં આવી. આશરે ૨૦૦ જેટલા શ્રોતાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here