Home આંકલાવ આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે...

આણંદની સાત વિધાનસભા ચૂંટણી 15 ઉમેદવારો મેદાન બહાર, 69 ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ ,આ રહ્યા ઉમેદવારના નામો

134
0

આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠક પર સોમવાર સાંજના ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લામાં 154 ફોર્મ ભરાયાં હતાં. જેમાં ચકાસણી, પરત ખેંચવા સહિતની કાર્યવાહી બાદ માત્ર 69 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. આ ઉપરાંત એક જ ઉમેદવારે એકથી વધુ ફોર્મ ભર્યાં હતાં, તે પણ રદ થયાં હતાં.

આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે કુલ મળી 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા 32 ઉમેદવારી પત્રો રદ થયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસો દરમિયાન 19મી ના રોજ તમામ મતદાર વિભાગના કુલ મળી 3 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના 21મીના અંતિમ દિવસે 7 મતદાર વિભાગોમાં કુલ મળી 12 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.

આણંદમાં ફોર્મ પરત ખેંચાયા તેમાં બોરસદ બેઠક પર જગદીશ ગોવિંદભાઈ સોલંકી (આપ), વજેસિંહ ઉદેસિંહ સોલંકી (અપક્ષ), આંકલાવમાં ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજ (આપ), ઉમરેઠ બેઠક પર બિન્દલ લખારા (આપ), રાજુબહેન રમેશભાઈ ઝાલા (અપક્ષ), ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ (અપક્ષ), આણંદમાં મેહુલ વિનોદભાઈ વસાવા (આપ), યામીનભાઈ ઇબ્રાહીમ વ્હોરા (અપક્ષ), અલ્લારખા નસીબખાન પઠાણ (અપક્ષ), પેટલાદ બેઠક પર નટવરભાઈ શંકરભાઈ સોલંકી (અપક્ષ), સોજિત્રા બેઠક પર જયમિનકુમાર અમૃતભાઈ પરમાર (આપ), અમિતકુમાર ભુપેન્દ્રભાઈ પટેલ (રાષ્ટ્રીય હિન્દુ એકતા દળ)એ ઉમેદવારી પરત ખેંચી હતી. જોકે, ખંભાત બેઠક પર એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું નહતું.

પ્રતીકાત્મક તસવીર

કઇ બેઠક પર કોણ મેદાનમાં રહ્યું ? 

ખંભાત | ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ (કોંગ્રેસ), ભાઇલાલભાઈ કાળુભાઈ પાંડવ (બસપા), મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુર રાવલ) (ભાજપ), અરુણકુમાર કાભાઈભાઈ ગોહિલ (આપ), પટેલ કૃણાલકુમાર જશવંતભાઈ (રાષ્ટ્રીય હિંદ એકતા દળ), પટેલ રોનિતકુમાર અશોકભાઈ (પંચ્યાસી પરિવર્તન સમાજ પાર્ટી), અમરસિંહ રામસિંહ ઝાલા (અપક્ષ), રણજીતભાઇ કેહુભાઈ આંબલીયા (અપક્ષ), મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ (અપક્ષ), વિષ્ણુભાઈ રતિલાલ ચુનારા (અપક્ષ), રાજેન્દ્રસિંહ મહોબતસિંહ સિંધા (બાપુ) (અપક્ષ).

બોરસદ | અંકુરભાઇ કનુભાઇ આહિર (બસપા), રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર (કોંગ્રેસ), રમણભાઇ ભીખાભાઇ સોલંકી (ભાજપ), સુરેશભાઇ રાવજીભાઇ ઠાકોર, મનીષભાઇ રમણભાઇ પટેલ (આપ), દિપેનકુમાર નિરંજનભાઇ પટેલ (અપક્ષ), કેશરીસિંહ ભારતસિંહ પરમાર (અપક્ષ), આશિષકુમાર ઠાકોરભાઇ ભોઇ (અપક્ષ).

આંકલાવ | અમીત ચાવડા (કોંગ્રેસ), ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર (ભાજપ), બીપીનભાઇ મણીલાલ ભેટાસીયા (બસપા), ગજેન્દ્રસિંહ હરીસિંહ રાજ (આપ), યુસુફભાઇ અભેસંગ રાજ (ગરાસિયા) (રાષ્ટ્રીય હિંદ એકતા દળ), કેયુર પ્રવીણભાઇ પટેલ (અપક્ષ), અજીતસિંહ ચંદ્રસિંહ રાજ (અપક્ષ).

ઉમરેઠ | ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર (ભાજપ), પટેલ જયંતભાઇ રમણભાઇ (બોસ્કી) (એનસીપી), અમરીશભાઈ હેમેન્દ્રભાઈ પટેલ (થામણા) (આપ), વિપુલકુમાર એ. ઝાલા, જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોર (અપક્ષ), રમેશભાઈ રામાભાઈ ઝાલા (લાલાભાઈ) (અપક્ષ), ઘનશ્યામભાઈ નટવરભાઈ દરજી (અપક્ષ), નાજીમખાન ફકીરમહંમદ પઠાણ (અપક્ષ), બળદેવસિંહ ઉદેસિંહ પરમાર (બી.યુ.) (અપક્ષ), સદરૂ યુ. બેલીમ (અપક્ષ), હર્ષિતકુમાર ઘનશ્યામભાઈ પટેલ (ભુરાભાઈ) (અપક્ષ), હિદાયતઉલ્લખાન ફકીરમહંમદખાન પઠાણ (અપક્ષ),

આણંદ | અલ્પેશકુમાર જયંતીભાઈ મકવાણા (અપ્પુ) (બસપા), કાંતિભાઈ સોઢા પરમાર (ભગત) (કોંગ્રેસ), યોગેશ આર.પટેલ (બાપજી) (ભાજપ), અરવિંદકુમાર અમરશીભાઈ ગોલ (રાષ્ટ્રીય હિંદ એકતા દળ), મૌલિક વિનુભાઈ શાહ (ભારતીય નેશનલ જનતા દળ), ગણપતભાઇ જેસંગભાઈ, સેડલીયા ગિરીશકુમાર હિંમતલાલ (આપ), જાનકીબેન દિનેશભાઈ પટેલ (અપક્ષ), તોફીકમીયા ફકરુમીયા મલેક (અપક્ષ), તોસીફભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (હાફેજી) (અપક્ષ), જતીનકુમાર દિનેશચંદ્ર દવે (અપક્ષ), પ્રતિમાબેન શૈલેષભાઈ પરમાર (અપક્ષ), વિજયભાઈ શાંતિલાલ જાદવ (અપક્ષ), વિપુલકુમાર બિપીનભાઈ મેકવાન (અપક્ષ), સર્ફરાજ હુસેનખાન પઠાણ (એસ.કે.) (અપક્ષ).

પેટલાદ | કમલેશભાઇ રમેશભાઇ પટેલ (માસ્તર) (ભાજપ), ડો. પ્રકાશ બુધાભાઈ પરમાર (ડોકટર) (કોંગ્રેસ), હર્ષદભાઇ ઇશ્વરભાઇ ગોહેલ (બસપા), અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડ (આપ), સોમાભાઇ ઝેણાભાઇ તળપદા (રાઈટ ટુ રીકોલ પાર્ટી), યાત્રિકભાઇ હરીશભાઇ શાહ (મહારાજ) (રાષ્ટ્રીય હિન્દ એકતા દળ), સંજયકુમાર વિઠ્ઠલભાઇ ઠાકોર (અપક્ષ), રીયાઝખાન અકબરખાન પઠાણ (અપક્ષ).

સોજિત્રા | વિપુલકુમાર વિનુભાઇ પટેલ (ભાજપ), પુનમભાઇ માધાભાઇ પરમાર (કોંગ્રેસ), મુકેશભાઈ રણછોડભાઈ જાદવ (બસપા), મનુભાઈ રણછોડભાઈ ઠાકોર (આપ), યુવરાજસિંહ મહીપતસિંહ ગોહિલ (અપક્ષ), જાવેદભાઈ રજાકભાઈ વ્હોરા (મુખી ગેસવાળા) (અપક્ષ), દેવાંગભાઈ નરહરિલાલ શેલત (દેવો) (અપક્ષ), મનુભાઈ જેઠાભાઈ વણકર (અપક્ષ)

અહેવાલ : રવિ ભટ્ટ

આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here