Home પાટણ હારીજ વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી: એક વર્ષના બાળક સામે વીજ...

હારીજ વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી: એક વર્ષના બાળક સામે વીજ ચોરીની ફરિયાદ નોંધાવી

191
0

હારીજ : 21 જાન્યુઆરી


ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આડેધડ કરાતા વીજ ચોરીના કેસોમાં હારીજ વીજતંત્રની કામગીરીએ સૌને આશ્ચર્યમાં મુકી દીધા છે . એક ગ્રામીણ વિસ્તારના એક વર્ષના બાળકના નામે કોઇ વીજ કનેક્શન જ નથી તેના ત્યાં રેડ કરી વીજચોરી પકડી પાડી હોવા અંગેનો મહેસાણા યુજીવીસીએલમાં પોલીસ ફરીયાદ દાખલ કરાવીને આ બાળક પાસેથી રૂા . ૨૮૯૦ ની વસુલાત કર્યાનું પ્રકાશમાં આવતાં સંખ્યાબંધ વીજ ગ્રાહકો અને આમપ્રજામાં આ બાબતે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે .

હારીજ વીજતંત્ર સામે મોટા વીજગ્રાહકોને છાવરવાના અને નાનાને હેરાન પરેશાન કરવાના આક્ષેપો વચ્ચે બુડા ગામની જે ઘટના પ્રકાશમાં આવી છે તેની પોલીસ તંત્રમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નાયબ ઇજનેર લલીતકુમાર નિનામાએ ગત તા . ૧૫-૧-૨૦૨૨ના રોજ ગુ.ર.નં. ૧૯૬ / ૨૦૨૨ થી ઇલેકટ્રીસીટી એકટ નં . ૧૩૫ ( ૧ ) મુજબ ફરીયાદ નોંધાવી હતી જેમાં બુડા ગામના આર્યનજી સુરેશજી ઠાકોરને વીજચોરી બદલ રૂા .૧૦૦૦ અને કેમ્પાઉન્ડીંગ ફીના રૂા . ૧૮૯૭/૫૭ ભરવા પોલીસ તંત્ર તરફથી નોટીસ ફટકારવામાં આવી હતી . હારીજ વીજતંત્રના ભોપાળા રૂપી આ કિસ્સામાં પ્રાપ્ત જાણકારી મુજબ આર્યનજી ઠાકોરનો જન્મ તા . ૮-૧૨-૨૦૨૦ના રોજ થયેલો છે અને આ બાળકના નામે કોઇ વીજ કનેક્શન આજદિન સુધી મેળવવામાં આવ્યું નથી અને નિયમોનુસાર મળવાપાત્ર પણ નથી ત્યારે હારીજ યુજીવીસીએલના નાયબ ઇજનેર નિનામાએ બુડા ગામે રેડ પાડી આ બાળકની સામે વીજચોરીનો કેસ બનાવી દંડનીય વસુલાત માટે પોલીસ ફરીયાદ પણ નોંધાવી દીધી અને પોલીસ તંત્રએ ગુનો દાખલ કરી નોટીસ પણ બજાવતા પરિવારજનો હાંફળા ફાંફળા બની ગયા હતા . માસુમ બાળકના નામે નોટીસ આવતાં જ ભયના માર્યા આ પરિવારે વીજતંત્રનો સંપર્ક સાધી દંડનીય રકમ ભરી દેતા કેસ માંડવાળ કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ ટેલીફોનીક માહિતી આપતાં જણાવ્યું હતું .


આ બાબતે હારીજવીજ તંત્રના નાયબ ઈજનેર નિનામાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હારીજના બુડા ગામે જે તે સમયે યુજીવીસીએલની સતલાસણા ટીમે રેડ કરી હતી અને રેડ દરમિયાન આ ઘરેથી જવાબદાર કર્મચારી વીજ ચોરી ઝડપી હતી આ સમયે ઘરમાં હાજર મહિલાએ આ બાળકનું નામ લખાવી અરજીમાં પોતાની સહી પણ કરી હતી જેને પગલે મેં પોલીસ ફરિયાદ કરી નોટિસ બજાવી હતી નોટિસ બજાવ્યા બાદ જાણકારી મળી હતી કે જે નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે તે બાળકનું નામ છે ત્યારે અમો બુડા ગામે ફરીથી પંચનામુ કરવા જઈ રહ્યા હતા તે પહેલાં જ બાળકના પિતા સુરેશજી ઠાકોરે સોગંદનામુ કરી દંડની રકમ ભરપાઈ કરી છે


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here