વેરાવળ : 12 એપ્રિલ
ગીર સોમનાથ જીલ્લાના પ્રવાસમાં આવેલ સીકકીમના મુખ્યમંત્રી એ તેમના બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓની કામગીરીથી અતિ પ્રભાવીત થઇ બંદોબસ્તમાં રોકાયેલ પ૦ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને રોકડ રકમ આપી પ્રોત્સાહન પુરૂ પાડતા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ ગર્વની લાગણી અનુભવે છે.
સીક્કીમ રાજ્યના મુખ્યમંત્રી પ્રેમસીય તમાંગ ગુજરાત રાજ્યના પોરબંદર જીલ્લાના માધુપુર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં રાષ્ટ્રપતિ તથા ગુજરાત રાજ્યના રાજ્યપાલ સહીત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ તથા મંત્રીઓ પણ મેળામાં આવેલ જેમાં રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ અને સીક્કીમ ના મુખ્યમંત્રી પ્રેમસિંગ તમાંગ સોમનાથ મંદીર ખાતે દર્શનાર્થે આવેલ જેમા મુખ્યમંત્રી પ્રેમસીંગ તમાંગ રાત્રી રોકાણ કરેલ અને મુખ્યમંત્રીને ઝેડ પ્લસ સીક્યુરીટી ધરાવતા હોય અને ગુજરાત રાજ્યના સ્ટેટ ગેસ્ટ હોઇ જેથી તેઓની સીક્યુરીટીમાં કોઇ ચુક ન રહે તે માટે પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી આશીષ ભાટીયાએ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારને સુચનો કરી માર્ગદર્શન આપ્યુ હતુ.
જેઓની સુચનાનુસાર ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટના નેતૃત્વ હેઠળ રોકાણ સ્થળ તેમજ રોડ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવેલ હતો જેમાં સીક્કીમના મુખ્યમંત્રી પ્રેમસીંઘ તમાંગ પ્રવાસ પૂર્ણ કરી રવાના થયેલ તે સમયે બંદોબસ્તમા હાજર રહેલ ગીર સોમનાથ જીલ્લાની પોલીસની કામગીરીથી અતિ પ્રભાવીત થઇ તેઓના બંદોબસ્તમાં રોકાયેલ આશરે પ૦ પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે વ્યક્તી દીઠ દરેકને બંધ કવરમાં રોકડ રકમ આપેલ તેમજ બંદોબસ્તમાં રહેલ તમામનો આભાર વ્યકત કરી પોલીસની પ્રસંશનીય કામગીરીથી પ્રભાવિત થઇ પ્રોત્સાહન પુરૂ પાડતા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ ગર્વની લાગણી અનુભવે છે.