Home મોરબી સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨ અંતર્ગત માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૨ અંતર્ગત માળીયા તાલુકાના પ્રા.આ.કેન્દ્રો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

155
0
હળવદ :  11 એપ્રિલ

ભારત સરકારશ્રીની સુચના અનુસાર ” સ્વચ્છતા દરેકનો વ્યવસાય” સુત્ર ને સાકાર કરવા માટે તમામ સરકારી કચેરીઓને સ્વચ્છતા સંબંધિત પ્રવૃતિઓ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા “સ્વચ્છતા પખવાડિયુ ૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૧૫/૦૪/૨૦૨૨ દરમ્યાન ઉજવણી કરવાની સુચના આપવામા આવેલ છે.

આ અંતર્ગત માળીયા તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સરવડ,વવાણીયા અને ખાખરેચી ખાતે પણ ઉપરોક્ત સુચના અનુસાર વિવિધ આરોગ્ય ને લગતા કાર્યક્રમોનુ આયોજન કરવામા આવેલ છે આ આયોજન અંતર્ગત આજ રોજ

તા.૧૧/૦૪/૨૦રર ના રોજ મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.જેમ. કતીરા, ક્યું.એ.એમ.ઓ શ્રી ડો.હાર્દિક રંગપરીયા, માળીયા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.ડી.જી બાવરવા તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડ, ખાખરેચીના મેડિકલ ઓફિસર શ્રી ઓ ડો.નિરાલી ભાટિયા,ડો.હાર્દિક પરમાર ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેન્દ્ર તથા વિસ્તાર નાં હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે ઇન્ડોર પ્લાન્ટસ મૂકવામાં આવ્યા,અને પટાંગણમા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here