Home પાટણ સંખારી ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો

સંખારી ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળ્યો

97
0
પાટણ: 1 એપ્રિલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પરીક્ષા પે ચર્ચાના પાંચમા સંસ્કરણ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે પાટણ જિલ્લાના સંખારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના આ સંવાદ કાર્યક્રમને નિહાળ્યો હતો. સાથે જ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી પરીક્ષા આપવા પ્રોત્સાહન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.1 એપ્રિલ, 2022ના રોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં પરીક્ષા પે ચર્ચાની 5મી આવૃત્તિ દરમિયાન વિશ્વભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રતીક્ષામાં રહેલ વાર્ષિક કાર્યક્રમ કે જેમાં વડાપ્રધાન લાઇવ પ્રોગ્રામમાં આકર્ષક શૈલીમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પરીક્ષાના તણાવ અને સંબંધિત ક્ષેત્રોને લગતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

અહેવાલ:  ભાવેશ, પાટણ
Previous articleઅંબાજી ખાતે તા.૦૨ એપ્રિલ થી ચૈત્રી નવરાત્રી નો શુભારંભ….
Next articleપાટણમાં RTO અને ટ્રેજરી કચેરીના કર્મચારીઓ એ પડતર માંગણીઓને લઈ કાળી પટ્ટી ધારણ કરી…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here