વર્તમાન સમયમાં ખાસ કરીને મહિલાઓમાં બ્રેસ્ટ (સ્તન) કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે તેના પ્રતિ મહિલાઓમાં જાગૃતિ આવે અને બ્રેસ્ટ કેન્સરનું પ્રારંભિક તબકકે જ નિદાન થાય જેથી તેની સમયસર યોગ્ય સારવાર કરાવી શકે તે ઉપરાંત આજે દરેક માનવ જીવનમાં પણ કેલ્શિયમની ઉણપ વર્તાઇ રહે છે જેના કારણે હાડકાંઓ પોચા પડી જાય છે જેથી તેનું સમયસર નિદાન થવું જરૂરી હોવા ઉપરાંત ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આ બધા રોગોનું સમયસર નિદાન થાય અને સચોટ સારવાર થઇ શકે તે હેતુને ધ્યાનમાં રાખી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ય વડીલોનું વિશ્રામ મંડળના ઉપક્રમે અને શાંતિલાલ મોતીલાલ શાહ (મહોળેલવાળા) ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી આગામી તા. 29 ઓક્ટોબર 2023 ના રોજ સવારના 9 થી 123 વાગ્યા દરમિયાન વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્તની વાડી, સિંદુશીપોળ ચકલા, ભોજવાકુવા નડીયાદ ખાતે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેડીકલ કેમ્પમાં નડીયાદના જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હીનાબેન એ. શાહ બ્રેસ્ટ (સ્તન) કેન્સર, ગર્ભાશય અને પ્રસૂતિ સંબંધી રોગોની ચકાસણી:-નિદાન, ઓર્થોપેડીક સર્જન ડૉ. અમન દલાલ કેલ્શિયમ (બોર્નમોરો) ટેસ્ટ તેમજ ઢીંચણ-થાપાનો દુ:ખાવો જેવા વિવિધ હાડકાંના રોગોની ચકાસણી-નિદાન જયારે રસવૈદ્ય ડૉ. રોનક શર્મા ડાયાબિટીસ (આયુર્વેદિક સારવાર) તથા સાંધાનો દુ:ખાવોની ચકાસણી-નિદાન કરી જરૂરી સલાહ-માર્ગદર્શન આપવાની સાથે જરૂરી દવાઓ વિનામૂલ્યે/રાહત દરે આપવામાં આવશે તો આ વિનામૂલ્યે મેડીકલ કેમ્પનો શહેરની જાહેર જનતાને લાભ લેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઇ શાહ, મંત્રી સંજયભાઇ શાહ અને પ્રોગ્રામ ચેરમેન યોગેશકુમાર સી. શાહે એક યાદી દ્વારા અપીલ સહ અનુરોધ કર્યો છે.