Home વેરાવળ વેરાવળ નગર અને પાલિકાને સોમનાથ નામકરણ કરવાની કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ...

વેરાવળ નગર અને પાલિકાને સોમનાથ નામકરણ કરવાની કાર્યવાહી ઝડપી કરવા પાલીકા પરીષદ કેન્દ્ર અને રાજય સરકારને રજુઆત કરશે

128
0
વેરાવળ : 27 માર્ચ

સોમનાથમાં ગુજરાત નગરપાલિકા પરિષદની સાધારણ સભા અને વાર્ષિક બેઠક મળી

બેઠકમાં રાજ્યની પાલિકાઓના 170 હોદેદારો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા

સોમનાથ સાનિધ્યે રાજ્યની નગરપાલિકાઓના પ્રમુખ – ઉપપ્રમુખના સંગઠન એવા ગુજરાત નગરપાલીકા પરિષદની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને સોમનાથ નગરપાલિકા અને જોડીયા શહેરને સોમનાથ નગરનું નામકરણ કરવાના ઠરાવ અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકારને ભલામણ પત્ર સાથે રજુઆત કરવાનો પરીષદએ નિર્ણય કરેલ છે.


સોમનાથના યાત્રી સુવિધા કેન્દ્ર ખાતે ગુજરાત નગરપાલિકા પરીષદની વાર્ષિક સાધારણ સભા વેરાવળ પાલિકાના યજમાન પદે મળી હતી. આ સભા નગરપાલિકા પરિષદના પ્રમુખ પોપટલાલ એસ. પટેલની અધ્યક્ષતામાં શરૂ થયા બાર પ્રથમ કારોબારી સમિતિના સભ્યોની બેઠક થયેલ અને ત્યારબાદ પરિષદના પ્રમુખ તથા સદસ્યઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા શરૂ થઈ હતી. જેમાં કોરોના કાળ બાદની આ પ્રથમ સભામાં વિશ્વમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓ, સ્વર કિન્નરી અને ભારતરત્ન સ્વ. લતા મંગેશકર તથા યુક્રેન ખાતે યુદ્ધમાં ભારતના બે વિદ્યાર્થીઓના અકાળે થયેલ અવસાન સબંધે બે મિનિટનું મૌન રાખી તમામ સદગતના આત્માને શાંતિ આપવા પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ત્યારબાદ સભાની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં પ્રમુખસ્થાનેથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા તેમના તા.30/3/21 ના બોર્ડના થયેલ સોમનાથ નગરપાલિકા અને સોમનાથ નગરના નામકરણ બાબતના ઠરાવને વંચાણે લેવામાં આવેલ અને આ ઠરાવને સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ ઉમળકાથી વધાવીને અનુમોદન આપેલ હતુ. પરિષદ દ્વારા સોમનાથ નગર અને સોમનાથ નગરપાલિકાના નામકરણ તુરંત થાય એ બાબતે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જરૂરી ભલામણ પત્ર લખવા પણ નિર્ણય લેવાયેલ હતો. સભાની કાર્યવાહી મુજબ નગરપાલિકાના વહીવટને લાગતા નાના – મોટા પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમમાં રાજ્યની અલગ અલગ પાલિકાઓમાંથી કુલ 27 નપાના પ્રમુખ તથા અન્ય પાલિકાના પ્રતિનિધિઓ મળી કુલ 170 પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ રાજ્યની 157 નગર પાલિકાઓના પ્રમુખઓની પરિષદના વાર્ષિક સાધારણ સભા યોજવાનું યજમાન પદ વેરાવળ – પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખશ્રી પિયુષભાઈ ફોફંડીએ યોજેલ હતું. કાર્યક્રમનું સંચાલન વેરાવળ પાલિકાના સેક્રેટરીદિગંત દવેએ કરેલ હતુ.

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here