Home વેરાવળ વેરાવળમાં ભોઇ સમાજ દ્રારા હોલીકા ઉત્‍સવ પર્વે કાળ ભૈરવનાથ દાદાની 30 ફૂટ...

વેરાવળમાં ભોઇ સમાજ દ્રારા હોલીકા ઉત્‍સવ પર્વે કાળ ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઉંચી પ્રતિમાનું નિર્માણ કરશે

132
0
વેરાવળ : 14 માર્ચ

વેરાવળમાં સવાસો વર્ષથી ભોય સમાજ દ્રારા હોળી-ઘુળેટી પર્વે હોલીકા ઉત્‍સવનું અનેરૂ આયોજન થાય છે

પથ્‍થર, માટી તથા કુદરતી વસ્‍તુઅોથી ભૈરવનાથ દાદાની પ્રતિમા યુવાનો બનાવી પરંપરાંગત આભુષપોથી સુશોભિત કરશે

વેરાવળ શહેરમાં ભોઇ સમાજ દ્વારા દર વર્ષની પ્રણાલીકા મુજબ આ વર્ષે હોલીકા ઉત્સવ ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં ભૈરવનાથ દાદાની 30 ફુટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવશે. જેના દર્શનાર્થે વેરાવળ સહીત આસપાસના ગામોમાંથી હજારો લોકો ઉમટી પડશે. તા.17 ને ગુરૂવારે શારદા હાઉસીંગ સોસાયટી (ભોય સોસાયટી) ખાતે હોલીકા ઉત્સવ મનાવવા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.હોલીકા ઉત્‍સવની વેરાવળમાં સવાસો વર્ષ પૂર્વે શરૂઆત થઇ હતી. ત્‍યારથી લઇ દર વર્ષે હોળી-ઘુળેટી પર્વે શહેરમાં ભોઇ સમાજ દ્રારા ભૈરવાનાથ દાદાની પ્રતિમાં બનાવવામાં આવે છે.આ અંગે ભોઇ સમાજના પ્રમુખ હરગોવિંદ વાજા, ઉપપ્રમુખ હસમુખભાઇ ડોલરીયાએ જણાવેલ કે, કાળ ભૈરવનાથ ભગવાન શંકરનું જ દિગંબર સ્વરૂપ છે. સોમનાથ દાદાની કૃપાથી આ વર્ષે કોરોનાનું સંકટ ટળી ગયેલ હોવાથી દર વર્ષની પ્રણાલીકા મુજબ આ વર્ષે પણ ભોઇ સમાજ દ્વારા હોલીકા ઉત્સવની ઉજવણી કરવા તડામાર તૈયારી શરૂ કરી છે.

જેમાં પથ્થર, માટી તથા કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવવામાં આવનાર છે અને આ ભૈરવનાથની ઘણા લોકો માનતા પણ માને છે અને માનતા પુર્ણ થતા લોકો ઢોલ, શરણાઇ અને હાયડા સાથે ઉત્સાહભેર ભૈરવનાથ દાદાના દર્શન કરવા આવે છે.

હોળીના એક દિવસ અગાઉથી યુવાનો પ્રતિમા તૈયાર કરવાની શરૂઆત કરે
પ્રાચીન સમયમાં ફાનસ યુગથી વેરાવળમાં હોળી અને ધુળેટીના તહેવાર નિમીતે વેરાવળ ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ દાદાની પ્રતિમાં બનાવવામાં આવે છે જે પરંપરા ઉતરોતર પેઢીઓએ જાળવી રાખી છે. હાલ આધુનીક યુગમાં સમાજના યુવાનો દ્વારા આ ઉત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્સવ નિમીતે સમાજના યુવાનોની અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે. જેઓ હોળીના આગલા દિવસથી ભૈરવનાથની પ્રતિમા બનાવવા કામ લાગી જઇ 30 ફુટ ઉંચી પ્રતિમા બનાવવાનો પ્રારંભ કરે છે. પ્રતિમા તૈયાર થયા બાદ તેને શણગારી સુશોભિત કરવામાં આવે છે.

ભૈરવનાથ દાદાની પ્રતિમાના દર્શન કરવાથી સંતાન પ્રાપ્‍તીની લોક માન્‍યતા
હોળીના દિવસે સવારથી ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શન માટે ખુલ્લી મુકવામાં આવે છે. ભૈરવનાથ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી લોકો ધન્યતાનો અનુભવ કરે છે. પ્રાચીન કાળથી નિ:સંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તીની મનોકામના માને છે અને ઘણા પરીવારોને ત્યાં પારણા બંધાયાના દાખલા હયાત જોવા મળે છે.

તહેવાર પર્વે સમગ્ર વિસ્‍તારને શણગારવામાં આવે
ભોઇ સમાજ દ્વારા સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવે છે. હજારો લોકો દર્શન માટે સવાર થી જ ઉમટી પડે છે અને મોડી રાત સુધી દર્શન માટે લોકો આવે છે. યુવાનો દ્વારા શરબત અને પ્રસાદીના સ્ટોલ રાખવામાં આવે છે. શ્રધ્ધાળુઓને કોઇ પણ જાતની તકલીફ ન પડે એની તકેદારી રાખવામાં આવે છે. આગામી તા.17 ને ગુરૂવારે 80 ફુટ રોડ ઉપર આવેલ શારદા હાઉસીંગ સોસાયટી (ભોઇ સોસાયટી) માં આવેલ ભૈરવનાથ ચોકમાં ભૈરવનાથની પ્રતિમાંના દર્શનનો લાભ લેવા અપીલ કરી છે.

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here