Home રાજ્ય સુરેન્દ્રનગરના યુવાન દ્વારા શહિદ જવાનોને અનોખી શ્રધ્ધાંજલી પાઠવી….

સુરેન્દ્રનગરના યુવાન દ્વારા શહિદ જવાનોને અનોખી શ્રધ્ધાંજલી પાઠવી….

198
0

સુરેન્દ્રનગર : 23 માર્ચ


સુરેન્દ્રનગરમાં હેરકટીંગ સલુન ચલાવતા યુવાન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શહિદ દિવસે શહિદોને શ્રધ્ધાંજલી આપવા અનોખુ આયોજન કરવામાં આવે છે જેમાં વાળ કાપવાના વ્યવસાય થી જોડાયેલ એક યુવાન અને તેની ટીમ દ્વારા આજના દિવસે સલુનમાં થતી તમામ આવક શહિદોના પરિવારજનોને અર્પણ કરી શહિદોની શહાદતને સલામી આપવા એક અદભુત અને પ્રેરણાદાયક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આજે ૨૩ માર્ચના દિવસે સમગ્ર દેશમા શહિદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરના યુવાન દ્વારા શહિદ દિવસની અનોખી ઉજવણી કરી તેમના પરિવારને મદદરૂપ થવાનો નાનકડો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ પર હેરકટીંગ સલુન ચલાવતા રવિનભાઇ જાદવને આર્મિમાં જવાની ઇચ્છા હતી તે ઇચ્છા પૂર્ણ ન થતાં દેશના જવાનો માટે કાંઇક કરવાની ઇચ્છા સાથે તેમણે આ અભિયાનની શરૂઆત પાંચ વર્ષ પહેલા કરી હતી. શહિદ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં શહિદોનાં સન્માન માટે કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ત્યારે રવિનભાઇ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જે યુવાનો બોર્ડર પર માં ભારતીની રક્ષા કાજે શહિદ થયાં છે તેમના પરિવારજનો માટે કાંઇક કરી છુટવાની ભાવના સાથે આજથી પાંચ વર્ષ પૂર્વે આ અભિયાન શરૂ કર્યું હતુ.જેમાં દર ૨૩ માર્ચના રોજ રવિનભાઇ અને તેમની ટીમના 10 થી વધુ વ્યક્તિઓ છે તે તમામ દ્વારા આજના દિવસે થતી આવક શહિદોના પરિવારજનો ને અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તેમણે આશરે એક લાખ રૂપિયા જેટલી આવક એકઠી કરી છે જે સુરેન્દ્રનગર જિલ્લાના શહિદોના પરિવારજનો ને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે રૂબરૂ જઇ ને અર્પણ કરી શહિદોની શહાદતને અનોખી સલામી આપી અન્ય લોકો ને પણ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here