Home ક્ચ્છ વૃંદાવન ખાતે આવેલ ફોગલાં આશ્રમ મધ્યે શ્રીમદ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન...

વૃંદાવન ખાતે આવેલ ફોગલાં આશ્રમ મધ્યે શ્રીમદ શ્રી વ્રજપ્રભા ગ્રંથ પારાયણ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે

195
0
કચ્છ : 2 એપ્રિલ

કચ્છના માતા વાસણભાઈ વિસાભાઈ રણમલ પરિવાર દવારા આયોજિત આ કથામાં વ્યાસપીઠ પરથી રસપાન અંજાર સચિદાનન્દ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ કરાવી રહ્યા છે.

આ કથાના પ્રારંભે શોભાયાત્રા નીકળી હતી જે ગામના જુદા જુદા માર્ગો પર ફરી હતી.બેન્ડ પાર્ટીના સથવારે આ શોભાયાત્રાને નિહાળવા માટે ગામના લોકો જોડાયા હતા.કથાના પ્રારંભે મહંત ત્રિકમદાસજી મહારાજને કંકુ તિલક કરીને સત્કારવામાં આવ્યા હતા
પારાયણનો લાભ લેવા માટે કચ્છના અંજાર,રતનાલ, સાપેડાં, જરપરા, વરસામેડીના ગામોમાંથી ભાવિકો પહોંચ્યા છે
વૃંદાવનમાં 8 એપ્રિલ સુધી કથા ચાલશે.

સવારે 9.30 થી 12 સુધી પારાયણ કથા ચાલી રહી છે
વૃંદાવન ધામમાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું છે ભાવિકો માટે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here