પાટણ : 22 જાન્યુઆરી
પાટણ જિલ્લાના છેવાડાના તાલુકા એવા સાંતલપુર પંથકના લોકોને કોરોના મહામારી મ સમયસર ઓક્સીજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે શનિવારે વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય દેસાઈના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે આ ચેનલ ને તોડવા માટે વહીવટી તંત્રની સાથે સાથે સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ પણ પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે સાંતલપુર તાલુકાના વારાહી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 500 L.P.M. PSA ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ રાધનપુર ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.