Home પાટણ વડોદરા ખાતે યોજાયેલ વેસ્ટર્ન ઝોન કરાટે સ્પર્ધા માં પાટણના ખેલાડીઓએ મેદાન...

વડોદરા ખાતે યોજાયેલ વેસ્ટર્ન ઝોન કરાટે સ્પર્ધા માં પાટણના ખેલાડીઓએ મેદાન માર્યું….

204
0
પાટણ : 14 માર્ચ

બકુલેશ ગુપ્તા મેમોરિયલ વેસ્ટર્ન ઇન્ડિયા વડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ આયોજિત ગુજરાત વાડોકાઈ કરાટે-ડો એસોસિયેશન દ્વારા વડોદરા ના છાણી મા આવેલ જીપીએસ સ્કૂલ માં એક દિવસીય ટુર્નામેન્ટ નું આયોજન થયું હતું આ ઇવેન્ટ માં ગુજરાત ના જિલ્લા ઓ માંથી અંદાજે 300 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો આ સ્પર્ધા માં 6 વર્ષ થી લઇ 19ઉપર વય સુધી ના સ્પર્ધકો એ કાતા અને કુમિતે 2 પ્રકાર ની સ્પર્ધા માં વિવિધ વેઇટ કેટેગરી ના ખેલાડીઓ એ ભાગ લીધો હતો.

પાટણ જિલ્લા ની વાત કરીએ તો પાટણ જિલ્લા ના એક માત્ર કરાટે મહિલા ઇન્સ્ટ્રક્ટર શીતલ બેન અલ્કેશ પંડ્યા (પટેલ ) પોતાની ટીમ લઈ ને આ સ્પર્ધા માં ભાગ લીધો હતો અને 6 ખેલાડીઓ એ બંને પ્રકારની સ્પર્ધામાં ભાગ લઈ કુલ 2ગોલ્ડ,4 સિલ્વર ,અને 2બ્રોન્ઝ મેડલ મેળવી ખેલાડીઓ વિજેતા બન્યા હતા વિજેતા ખેલાડીઓ માં (1)આરવ ભરતભાઈ પટેલ ગોલ્ડ મેડલ કૂમિતે માં અને સિલ્વર મેડલ કાતા માં ,(2) બ્રિશા ઠકકર સિલ્વર મેડલ કુમિતે માં (3) પ્રિશા દેસાઈ બ્રોન્ઝ કુમિતે માં (4) યશ પ્રજાપતિ સિલ્વર મેડલ કુમિતે માં (5) પ્રિન્સ પ્રજાપતિ બ્રોન્ઝ કુમિતે માં (6) પાર્થો અલ્કેશ પંડ્યા કુમિતે માં ગોલ્ડ અને કાતાં માં સિલ્વર મેડલ પ્રાપ્ત થયેલ
આ સ્પર્ધા માં વિજેતા સ્પર્ધકો મે મહિના માં ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયન શિપ માં ભાગ લેવા ઓરિસા ના ભુવનેશ્વર જશે
આ ખેલાડીઓ ને પટેલ શીતલબેન અલ્કેશ પંડ્યા ના માર્ગદર્શન અને તાલીમ આપી તૈયાર કર્યા હતા તો આસિસ્ટન્ટ કોચ પાર્થો પંડ્યા પણ ખેલાડીઓ ને ટ્રેનિંગ આપી હતી.

કોચ શીતલ બેન એ અત્યાર સુધી માં સતત 6 વર્ષ થી ખેલાડીઓ તૈયાર કરી રાજ્ય રાષ્ટ્રીય લેવલે મેડલ અપાવ્યા છે અને પાટણ નું રમત ગમત ક્ષેત્ર માં ગૌરવ અપાવ્યું છે

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here