Home પંચમહાલ જીલ્લો હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

139
0

કાલોલ તા -૨૬/૨/૨૦૨૩ 

ધી એમ.જી.એસ. હાઈસ્કુલ કાલોલ ખાતે વાર્ષિકોત્સવ-૨૦૨૩ ઉત્સાહ પૂર્વક ઉજવાયો

શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ.જી.એસ.હાઈસ્કુલ અને સી.બી.ગલ્સૅ હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ’ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શરૂઆત મહેમાનોનું સ્વાગત અભિનય ગીત અને પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને શોભાયમાન કરવા માટે મુખ્ય અતિથિ તરીકે પંચમહાલ જીલ્લા શિક્ષણાધિકારી જે.એમ.પટેલ તથા ડૉ.પ્રકાશભાઈ ઠક્કર , કાલોલ કેળવણી મંડળ ના તમામ હોદ્દેદારો, બન્ને શાળા ના આચાર્ય, સુપરવાઈઝર તથા શિક્ષકગણ, મોટી સંખ્યામાં વાલીગણ હાજર રહ્યાં હતાં.

વાર્ષિક મહોત્સવ કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી હતી.કાયૅક્રમ માં ઉપસ્થિત મુખ્ય અતિથિઓનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું.શાળા ના વિદ્યાર્થી બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્સાહ પૂર્વક કરવામાં આવ્યા હતાં. જેમાં વિવિધ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓએ સ્ટેજપફોર્મન્સ કરતાં ઉપસ્થિત મહેમાનો દ્વારા અનેક ઈનામો ની જાહેરાત કરી હતી.
અંતમાં શાળા મંડળ ના હોદેદારો એ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેશે એવી શુભેચ્છાઓ પાઠવી વાર્ષિકોત્સવ નું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here