સાબરકાંઠા : 20 માર્ચ
મેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બે પીઆઈ ચાર પિ એસ આઈ અને 170 હોમર્ગાડ અને પોલીસ ના જવાનો ફાળવવામાં આવ્યા.
ઉત્તર ગુજરાતમાં ભરાતા લોકમેળાઓમાં સૌથી થી પ્રથમ ભરાતા પોશીના તાલુકા લાંબડીયા ગામનો રાવળી ગેર નો મેળો કોરોના મહામારી પછી આ વખતે બે વર્ષ બાદ પુનઃ શરૂ કરવામાં આવેલ ત્યારે આ આદિવાસી લોક સાંસ્કૃતિક ને ઉજાગર કરતા આ મેળામાં પોશીના તાલુકા સમેત સરહદી રાજસ્થાન રાજ્ય માંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મેળામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખેરોજ પિ.આઈ પિ બિ ડોડીયા દ્વારા ચાર પિ.એસ.આઈ ની સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોમર્ગાડ જી આઈ ડી ના જવાનો ની સાથે 170 જેટલા પોલીસ ના સ્ટાફ ની ફાળવણી કરવામાં આવેલ