સૌરાષ્ટ્રના સાવજ અને છોટે સરદાર તરીકે લોકોએ આપેલી ઉપમા ધરાવતા એવા ખેડૂતોના મશીહા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે ચતુર્થ પુણ્યતિથિ નિમિતે શ્રધ્ધાસુમન અર્પણ કરી હતી. જે અંગે જણાવ્યું હતું કે કરતા રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે જણાવે છે કે પૂર્વ સાંસદ,પૂર્વ ધારાસભ્ય,જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન અને સૌરાષ્ટ્રના કદાવર ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ પોતાનું જીવન ખેડૂતો માટે સમર્પિત કરી દીધું હતું. તેમના થકી ખેડૂતોના જીવનમાં ખુશાલી વ્યાપી હતી. લાખો ખેડૂતોના માનસપટ પર વિઠ્ઠલભાઈ રાદડિયા હરહંમેશ અંકિત રહેશે. ખેડૂતોની રાજકોટ જિલ્લા બેંકમાં માધ્યમથી આર્થિક સ્થિતિમાં સુધારો કરનારી અને ખેડૂતોના હિતઅર્થે કામ કરતા રહ્યાં.ખેતી અને સમાજ જીવન તેમના પાયામાં રહ્યો છે.જેઓનું લેઉવા પટેલ સમાજમાં આગવું સ્થાન છે.તેઓએ રાજકીય અને સહકારી ક્ષેત્રમાં વિવિધ હોદ્દાઓ પર રહીને સેવાઓ આપી છે. સમાજની ઉન્નતિ માટે દાન-કર્મ અને સેવાકાર્યને આજે પણ લોકો ભૂલી શકતા નથી.
સ્વ.વિઠલભાઈ રાદડિયાને લોકો વિવિધ પ્રકારે યાદ કરે છે તેઓ બી.એ.ની ડિગ્રી ધરાવતા હતા.રાજકારણમાં આવતા પહેલા તેઓ સામાજિક કાર્યકર હતા. ગૌ પ્રેમી વિઠ્ઠલભાઈ તેમના વતન જામકંડોરણામાં 45 વિધામાં ગૌશાળા ચલાવતા.સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના લેઉવા પટેલ સમાજના યુવાન અને યુવતીઓ માટે શૈક્ષણિક સંકુલો અને છાત્રાલયો તેમજ સંસ્થાના માધ્યમથી ઉચ્ચ અભ્યાસ માટે તેઓ વિવિધ સંસ્થાઓના પાયા તેઓએ નાખ્યા હતા.તેઓએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ધારાસભ્ય અને સાંસદ તરીકે અપાર લોકચાહના હાંસલ કરી હતી.અનેક સેવાભાવી સામાજીક સંસ્થાઓ અને ગ્રામ્યજનો વિવિધ સેવા કાયોઁ દ્વારા દિગ્ગજ ખેડુત નેતા ને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પે છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર ગો.વા.વિઠ્ઠલભાઈ રાદડિયાની ચતુર્થ પુણ્યતિથિ નિમિતે તેમના સેવાકીય કાર્યો યાદ કરી તેમના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પણ કરે એવા શ્રધ્ધા સુમન પાઠવે છે.
Home રાજકોટ સૌરાષ્ટ્રના ખેડૂત હૃદયસમ્રાટ છોટે સરદાર ગણાતા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાને ચતુર્થ પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાસુમન...