Home પાટણ રૉટરી ક્લબ ઑફ પાટણના સહયોગથી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ

રૉટરી ક્લબ ઑફ પાટણના સહયોગથી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ

189
0
પાટણ : 15 માર્ચ

રૉટરી ડીસ્ટ્રીક્ટ 3054 તથા રૉટરી ક્લબ ઑફ પાટણ દ્વારા પાટણની ધારપુર જનરલ હોસ્પિટલને એમ્બ્યુલન્સ વાનની ભેટ આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ વાનનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે જણાવ્યું કે, નાનામાં નાના જીવ પ્રત્યે સંવેદના શિખવતી આપણી સંસ્કૃતિમાં માનવસેવા પરમધર્મ માનવામાં આવે છે. અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી રૉટરી ક્લબ દ્વારા આવી જ એક વંદનીય સેવાના ભાગરૂપે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપવામાં આવી છે તે ખરેખર સરાહનીય છે.


વધુમાં રજની પટેલે જણાવ્યું કે, કોરોના વાયરસ મહામારીમાં સમગ્ર વિશ્વ ત્રસ્ત હતું ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને રાજ્ય સરકારના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્યકર્મીઓએ આ લડતમાં વિજય મેળવ્યો. આવાનારા સમયમાં સૌના સહયોગથી કોરોનાને નેસ્તનાબૂદ કરી શકીશું. કોવિડ સામેની લડાઈમાં પોતાના જીવની પરવા કર્યા વગર દર્દીઓની અવિરત સેવા કરનાર ડૉક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું.

એમ્બ્યુલન્સ વાન અર્પણ કરતાં રૉટરી ક્લબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર બીનાબેન દેસાઈએ જણાવ્યું કે, કોરોનાકાળમાં આપણે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને વધુ સારી રીતે સમજી શક્યા. ધારપુર મેડિકલ હોસ્પિટલમાં જ્યારે આસપાસના જિલ્લાઓમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે એમ્બ્યુલન્સ વાન તેમાં ઉપયોગી નિવડશે. અને આ તો માત્ર શરૂઆત છે, આવનારા દિવસોમાં આવી સેવાઓ અવિરત રહે તે માટે અમે પ્રયત્નબદ્ધ છીએ.

રૉટેરીયન બીનાબેન દેસાઈ દ્વારા ધારપુર મેડિકલ કૉલેજના ડિન ડૉ. યોગેશાનંદ ગોસ્વામીને એમ્બ્યુલન્સ વાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી. સાથે જ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો દ્વારા વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.મનીષ રામાવત, આર.એમ.ઓ. ડૉ. હિતેશ ગોસાઈ, રૉટરી ક્લબના પાટણ ડિસ્ટ્રિક્ટ ગર્વનર આશિષ દેસાઈ, રૉટરી ક્લબના રાજેશ મોદી, શૈલેષ સોની, બાબુભાઈ પ્રજાપતિ તથા ધારપુર જનરલ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here