Home સુરેન્દ્રનગર મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢમાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ,

મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢમાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ,

140
0
સુરેન્દ્રનગર : 25 માર્ચ

મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢમાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારંભ,
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને હાઈસ્કૂલના વિધાર્થીની ઓમી ત્રિવેદી અને વિધાર્થી ધવલ મકવાણાના ચિત્ર પ્રદર્શન એમ ત્રિવેણી કર્યક્રમનું આયોજન થઈ ગયું.

છેલ્લા બે વર્ષથી કોરોનાના સમય બાદ આજે ધોરણ ૯ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ તથા દાતાશ્રીઓ દ્વારા અનેક ઇનામો અને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ધોરણ 10 – 12 ના વિધાર્થીઓના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના સુંદર પ્રતિભાવો રજૂ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં આ સ્કૂલના વિદ્યાર્થીની ઓમી ત્રિવેદી જે કલા મહાકુંભમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ આવેલ તેઓના અત્યાર સુધીના કુલ ચિત્રો – 77 અને વિદ્યાર્થી ધવલ મકવાણાના ચિત્રોનું ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું.


આ કાર્યક્રમમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ નગરપાલિકા થાનગઢના પ્રમુખ લીલાબેન ડોડીયા શિક્ષણ સમિતિ ચેરમેન રંજનબેન સવાડિયા સીરામીક એસોશિએસન પ્રમુખ સુરેશભાઇ સોમપુરા સહિત શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક,
રાજકીય, સામાજિકક્ષેત્રના અગ્રગણ્ય વિજયભાઇ ભગત, જીતુભાઇ પુજારા, પ્રતાપભાઇ ખાચર, ઉપસ્થિત રહ્યા. એક હજારથી વધુ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ દ્વારા પ્રેરણાદાયક પ્રવચન રજુ કરવામાં આવેલ. આ આખા આયોજનને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢના પ્રિન્સિપાલ પી. એમ. ઝાલાસાહેબ સહિત સમગ્ર સ્ટાફ સક્રિય હતો. કાર્યક્રમનું સુંદર સંકલન શિક્ષક
એસ. એલ. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલ.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here