કચ્છ : 22 માર્ચ
23મી માર્ચ 2022 ના રોજ, પંકજ કુમાર સિંઘ, BSF ના મહાનિર્દેશક, IPS, BSF ગુજરાત ફ્રન્ટિયરની ત્રણ દિવસીય મુલાકાતે ગાંધીધામ, કચ્છ પહોંચ્યા હતા ડાયરેક્ટર જનરલ તેમની 23 થી 25 માર્ચ સુધી ચાલનારી મુલાકાત દરમિયાન ગુજરાત સરહદની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાની વિગતવાર સમીક્ષા કરશે. ડાયરેક્ટર જનરલ ગુજરાત સરહદની આંતરરાષ્ટ્રીય સરહદ પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
ડાયરેક્ટર જનરલને ગુજરાત ફ્રન્ટિયરના વહીવટી, લોજિસ્ટિકલ અને ઓપરેશનલ મુદ્દાઓ પર જી.એસ. મલિક, IPS, ઈન્સ્પેક્ટર જનરલ, BSF ગુજરાત દ્વારા ઊંડાણપૂર્વકની બ્રિફિંગ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ડાયરેક્ટર જનરલ BSF ગુજરાતના તમામ ફિલ્ડ કમાન્ડરો અને સૈનિકો સાથે વાર્તાલાપ કરશે અને ગુજરાત સરહદની આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાને વધુ વિસ્તૃત બનાવવા માટે તેમના મૂલ્યવાન સૂચનો પણ આપશે.